‘ગુજરાતમિત્ર’ કાર્યાલયથી નજીક પાંચ મિનિટના અંતરે બડેખાં ચકલા પાસે આવેલ જુની પુરાણી પ્રાચીન ખ્વાજાદાના સાહેબની દરગાહની મહિમા અપરંપાર છે. બહુ વિશાળ જગ્યા પરની પાસેની મસ્જિદમાથી વહેલી સવારે ખુદાની યાદમાં અઝાન થાય છે. એની ગુંજથી વાતાવરણ અલૌકિક પવિત્ર બની જાય છે. અઝાન સાંભળી મુસ્લિમ પરિવાર જાગી જાય છે. ઉઠીને તરત જ નિમાઝ પઢવા બેસી જાય છે. હાલ દાઉદી વ્હોરા અને મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. શહેરની પ્રત્યેક મસ્જિદના બહુ ભારી ભીડ જોવા મળે છે. કેટલાક ધર્મચુસ્તલોકો પાંચ ટાઈમની નિમાઝ પઢે છે. રોજા રાખે છે. આટલી સખત ગરમીમા પણ તેઓ નિયમ અચૂક પાળે છે.
સમય થાય એટલે ધંધા-ધાપા બંધ રાખીને મસ્જિદમા જઈ ખુદાની બંદગી જરૂર કરે છે. અહીની મસ્જિદમાં પણ લોકોની ચહલ પહલ વધી જાય છે. કયામત કા સમય ચલ રહા હે ખુદા કો પહેચાનો ખુદા કો યાદ કરો. યાદમે દયા હે વો દયા જરૂર કરેગા. ખુદાની આ ગેરંટી છે. આ ચમત્કારી દરગાહના દર્શન માટે કોઈપણ પ્રકારના ઉંચનીચના ભેદભાવ વિના બહુ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના શ્રધ્ધાળુ લોકો પણ અહી આવીને ધન્ય થાય છે. આ દરગાહ ભાઈચારાની એક યાદગાર મિશાલ બની ગઈ છે. શારિરીક, માનસિક બિમારીથી રિબાતા પિડાતા દુખીયારા માનવી માટે દરવાજો સદા માટે ખુલ્લો રહે છે. અહી દરગાહની વચમાં આવેલા પવિત્ર હોજનુ પાણી બાટલીમાં ભરી આપવામાં આવે છે. દર્દીના શરીર પર પીછી નાંખવામાં આવે છે. દરગાહને વંદન કરી ભેટ ચઢાવી ખ્વાજા દાના સાહેબનું ઋણ અદા કરી વિદાય લે છે.
મુક્તિનો અનુભવ કરે છે. અનુભવી વડિલો કહે છે અહી ભલભલી બિમારી દૂર થાય છે. આ ખ્વાજા દાનાની ઉર્સની ઉજવણીમાં હજારો લોકો ભેગા થાય છે. મેરે ગરીબ નવાઝ ખ્વાજા દાના સાહેબની યાદમાં ગરીબોને અનાજ પાણી, કપડા રોકડ રકમ આપવામાં આવે છે. નજીકમા ખાવેલી ખ્વાજા દાના ટ્રસ્ટની હોસ્પિટલમાં રાહત દરે ગરીબ દર્દીઓના ઈલાજ થાય છે. કંઇ કેટલાય કલ્યાણકારી મફતમા કેમ્પનુ આયોજન થાય છે. ખરેખર આવી સર્વશ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે