Charchapatra

ખૂબ જરૂરી છે જગ્ગી વાસુદેવનું માટી બચાવો અભિયાન

વિશ્વના 27થી વધુ દેશોમાં જમીનની ફળદ્રુપતા વધારવા માટે 20000 કિલોમીટરનો 100 દિવસનો બાઇક પર પ્રવાસ કરીને સેવ સોઇલ (માટી બચાવો)ની ઝુંબેશ ઉપાડનાર દેશના ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ જગ્ગી વાસુદેવ અભિનંદનને પાત્ર છે. આજે જયારે આપણા દેશ સહિત વિશ્વમાં માટીની ફળદ્રુપતા ઘટી રહી છે આવા કારણોસર આગામી વર્ષ 2045 સુધીમાં અન્નના ઉત્પાદમાં 40 થી 50 ટકા જેટલા વિક્રમ ઘટાડાનું અનુમાન વૈજ્ઞાનિકોએ અને એજન્સીઓએ કરેલ છે.સદ્‌ગુરૂ જગ્ગી વાસુદેવના જણાવ્યા પ્રમાણે માટીમાં ઓરગેનીક કન્ટેન્ટનું પ્રમાણ યુરોપમાં સૌથી વધુ 1.48 ટકા છે.

આપણા ભારતમાં માત્ર 0.68 ટકા છે જે સામાન્ય રીતે 3 ટકા હોવું જોઇએ. આમ માટી બચશે અને તેમાં ઓરગેનીક કન્ટેન્ટ વધશે તો જ આગામી પેઢીને યોગ્ય પ્રમાણમાં સ્વસ્થ ભોજન મળશે અને તેથી માટીને બચાવવી અત્યંત જરૂરી છે. આપણા દેશમાં આ ટકાવારી ઘણી ઓછી (0.68 ટકા) હોઇ સવિશેષ ચિંતત થવાની જરૂર છે. આ અભિયાન પૃથ્વીનું પર્યાવરણ બચાવવા સમાન પાયાનું અભિયાન ગણી શકાય.

જે ભવિષ્યની પેઢીની ખોરાકની ચિંતા સાબિત કરનારી ગણી શકાય. આવા સમૂહને ઉપકારક સાચા અને જરૂરી અભિયાનને હવે આગળ વધારીને સફળ કરવાની જવાબદારી વિશ્વના દેશોની, સંગઠનોની અને જાગ્રત નાગરિકોની બને છે.યુનોએ પણ ભવિષ્યના વિશ્વના હિતમાં આવા નોબલ કોઝવાળા કાર્યક્રમને ઉપકારક બનાવવાની એટલી જ જરૂરી બને છે. દેશના સાધુ સંતો માત્ર મઠ મંદિર પકડીને નથી બેસી રહેતાપરંતુ આવા વિશ્વની ભવિષ્યની ચિંતા કરનારા કાર્યક્રમ પણ કરી શકે છે તેવુ સદ્‌ગુરૂ વાસુદેવ જગ્ગીએ સાબિત કરેલ છે અને તેથી તેઓ માત્ર અભિનંદનને પાત્રજ નહીં પણ નમનને પાત્ર ગણી શકાય.
અમદાવાદ                – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top