ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આજે રાજ્યના પાટીદાર આગેવાનોએ લીધી હતી. ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલની આગેવાનીમાં આ શુભેચ્છા મુલાકાત મળી હતી. (Khodaldham Mandir trust chairman Naresh Patel meet Gujarat CM Bhupendra Patel) પાટીદાર આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા ભેંટ આપી હતી. વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે 2022માં યોજાનારી છે તે પહેલાં નરેશ પટેલ સહિતના પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી સાથેની મુલાકાતને લઈને પાટીદારોના રાજકીય અભિગમ અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત બાદ ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. અમે મુખ્યમંત્રીને માતાજીના દર્શન કરવા માટે આવવાનું આમંત્રણ આપ્યું છે. જે મુદ્દાઓ પાટીદારો સમાજને કનડી રહ્યાં છે, તેનો હજુ ઉકેલ આવ્યો નથી. તે મુદ્દે પણ ટૂંકી વાતચીત થઈ હતી. આવનારા દિવસોમાં એક કમિટી મુખ્યમંત્રીને મળીને વિગતે રજૂઆત કરશે. આંદોલનમાં થયેલા કેસને પાછા ખેંચવાનો પણ મુદ્દો રહ્યો છે.
- વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર એકત્રિત થશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે થયેલી અત્યાર સુધીની ચર્ચાઓના કેટલાક મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
OBC કેટેગરીમાં સમાવવા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ માટે અમારી બંને સંસ્થાઓ સાથે મળીને ચર્ચા કરશે. નરેશ પટેલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પટેલ સમાજની બંને સંસ્થા આગેવાન નરેશ પટેલ અને ઊંઝા ઉમિયાધામના મણીભાઈ, બાબુ જમના પટેલ, સીદસરના જયરામ પટેલ, સોલા ઉમિયા કેમ્પસના વાસુદેવ પટેલ, રમેશ દુધવાળા તથા ખોડલધામના દિનેશ કુંભાણીએ ખાસ મુલાકાત કરી છે.
ગુજરાતમાં આવી રહેલી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓના પગલે પાટીદાર સમાજ સક્રિય થયો છે. જેના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાટીદાર સમાજના તમામ ધાર્મિક -શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ – વડાઓ વચ્ચે ખાસ બેઠક યોજાઈ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એક મંચ પર એકત્રિત થશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે થયેલી અત્યાર સુધીની ચર્ચાઓના કેટલાક મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના રાજકારણમાં હવે પાટીદાર સમાજ સક્રિય થતાં અન્ય રાજકીય પક્ષોમાં પણ ચહલપહલ વધી ગઇ છે. જોકે પાટીદાર સમાજની સંસ્થાઓના વડાઓ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વચ્ચે મળી રહેલી મહત્વની આ બેઠક કેટલી કારગત નીવડશે એ સમયે જ કહેશે. હાલમાં તો કોઈ મુદ્દા અંગે એક પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. સમાજના બીજા આગેવાનોએ એવું પણ કહ્યું હતું કે, સમાજના કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે. આમા કોઈ રાજકીય મુદ્દો નથી. પણ જે રીતે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થઈ એમાં પાટીદાર ફેક્ટરને અલગથી જોવા આવે છે. એટલે આ મુલાકાતને પણ ભવિષ્યમાં કોઈ રાજકીય રંગ લાગે તો નવાઈ નથી.