બે–ચાર દિવસ પહેલા અમદાવાદ સ્થિત ક્લિનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનાં કર્તાઘર્તા લોકોની હાનિકારક બનાવટી દવા બનાવવાના ધંધામાં સંડોવાયેલ એ ઓર્ગેનાઈઝેશન પર પોલીસ દ્વારા દરોડા પડવાના સમાચાર વાંચી વિચાર આવ્યો કે આજે ખોટુ કરતા માણસોની આપણે ત્યાં કોઇ ખોટ નથી. ગરીબ, અભણ જરુરિયાતમંદોને એક કાગળ (સંમતિપત્રક) ઉપર સહી લઇ એમને થોડા ઘણાં પૈસાની લાલચ આપી 180 એમ.એલ. લોહી લેવાની વાત કરી 450 એમ.એલ. જેટલુ લોહી લઇ લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી બનાવટી દવાઓની સંભવીત અસરનો એમના પર પ્રયોગ કરવામાં આવે છે અને એ માટે લોકોને આ પ્રયોગમાં સામેલ કરવા જે તે દવાની આડઅસરથી અજાણ એવા બેકાર યુવાનોને રોકવામાં આવે છે જેઓ બેકારીમાં થોડા ઘણાં પૈસાની લાલચે લોકોની જીંદગી સાથે ખીલવાડ કરવાના ધંધામાં અજાણ્યે ભાગીદાર બની રહ્યા છે. આ એક કિસ્સો જે પોલીસના ધ્યાનમાં આવ્યો જેના પર કાયદેસરની કાર્યવાહી કરવાના સમાચાર છે પરંતુ આવા ગેરકાયદેસરના વેપાર તો દવા સિવાયના અન્ય ધંધામાં પણ ચાલતા હોઇ શકે જે લોકોના સ્વાસ્થ્યને અને સમાજને નુકસાનકારક હોઇ શકે.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.