Charchapatra

ખીચડી પુરાણ, ખીચડી પક રહી હૈ!

ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. તે ખેજરી (ખીચડીનું અપભ્રંશ) નામના એક એંગ્લો ઈંડિયન વ્યંજનની પ્રેરણા પણ છે. ૧૫મી સદીમાં ભારતના પ્રવાસે આવેલા અફાનાસી નિકિતીન નામના એક રશિયન પ્રવાસીએ પોતાના પ્રવાસ વર્ણનમાં ખીચડીનો ઉલ્લેખ કર્યો છે. મોગલોમાં ખાસ કરીને જહાંગીરને ખીચડી બહુ પ્રિય હતી. અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા રચિત આઈને અકબરી નામના ગ્રંથમાં પણ ખીચડીનો ઉલ્લેખ છે અને તેના સાત વિવિધ પ્રકાર બતાવ્યાં છે!

ખીચડી પાકિસ્તાન ઉત્તર ભારત અને બાંગ્લાદેશમાં પ્રચલિત છે. બંગાળમાં આને ખીચુરી કહે છે, તટવર્તી મહારાષ્ટ્ર ક્ષેત્રમાં જીંગા વાપરીને એક વિશિષ્ઠ ખીચડી બનાવાય છે! બંગાળમાં વરસતા વરસાદના સમયે ખીચુરી રાંધીને ખાવાની પ્રથા છે. નવજાત બાળકોને પણ પ્રથમ ઠોસ આહાર તરીકે ખીચડી જ અપાય છે. ખીચડા નામની એક વાનગીને ખીચડી સાથે થાપ ખાઇને સમાનમાની લેવાય છે પણ ખીચડા એ હલીમનો એક પ્રકાર છે! એક જ વાસણમાં સરળતાથી રંધાઇ જતી હોવાથી કેમ્પફાયરનું ખીચડી એ એક દેખીતી પસંદ છે, સુરત ક્ષેત્રના સુરતી લોકોમાં ખીચડી ઘણી પ્રિય છે. આને ખાસ પ્રકારની કઢી અને અન્ય વાનગી જેમકે સુરતી ઉંધિયું અને રવૈયાં સાથે ખવાય છે!
ગોપીપુરા, સુરત   – સુનીલ બર્મન     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ પ્રવેશોત્સવ છે કે પછી પ્રપંચ?
ગામની સરકારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. ગામના સરપંચ, સભ્યો, જિલ્લા, તાલુકાનાં અધિકારીઓ પ્રવેશોત્સવમાં પધાર્યા. પ્રવેશોત્સવમાં નાના-નાના ભૂલકાઓને પ્રવેશ આપી, માથે ટોપી પહેરાવી, ચોકલેટ ખવડાવી પ્રાથમિક શિક્ષણ સુધારા ઉપર પ્રવચન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમને અંતે જન ગણ મન અધિનાયક…ગાઈ છુટા પડ્યા. સોશ્યલ મીડિયામાં નાના બાળકો સાથેની ભાવુક, પ્રેમભરી, લાગણી દેખાડતી તસવીરો શેર કરી ને રાત્રે ઘરે જઈ ઊંઘી ગયા. વહેલી સવારે ઉઠ્યાને પોતાના દીકરા-દીકરીઓને સ્કૂટર-કારમાં બેસાડી ખાનગી અંગેજી શાળામાં અભ્યાસ માટે મૂકવા નીકળી પડ્યા… મિત્રો, આ ખરા અર્થમાં પ્રવેશોત્સવ છે કે પછી પ્રપંચ?
કીમ      – દત્તરાજસિંહ ઠાકોર           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top