કસભા ચૂંટણીના પરિણામ આવવા તો હજુ બાકી છે પણ કંગના રનૌતે જાહેરાત કરી દીધી છે કે જો તે જીતી જશે તો ધીમે ધીમે ફિલ્મો છોડી દેશે. આ જાહેરાત યોગ્ય જ છે અને તે એમ ન કરે તો પણ ફિલ્મોથી તો તે અત્યારે છૂટી જ ગયેલી છે. છેલ્લા પાંચ વર્ષથી તેની એક પણ એવી ફિલ્મ નથી આવી જે સફળ રહી હોય. આવા સંજોગોમાં તેને નવી ફિલ્મો મળે પણ નહીં એટલે ફિલ્મો છોડી દેવાની વાત નથી, છૂટી ગયાની વાત છે. કંગના રનૌતે બહુ સારી એકટ્રેસ છે પણ દિમાગથી થોડી દિશા ચુકેલી છે. વધારે પડતા આત્મવિશ્વાસ અને પોતાને વધારે ખબર પડે છે એવા એટિટયૂડને કારણે તેણે ફિલ્મ જગતમાં બેલેન્સ ગુમાવ્યું છે. રાજકારણની તે વધારે જકાણકાર નથી પણ રાજકારણનો આધાર લેવામાં તે વધારે ચર્ચાસ્પદ બની અને સંજોગો એવા આવ્યા કે તે લોકસભા ચૂંટણીની ઉમેદવાર બની ગઇ. પણ તે ફિલ્મો બાબતે ગંભીર ન રહી અને નિષ્ફળતા તરફ સરકી ગઇ તેવું રાજકારણ બાબતે પણ બની શકે. પાછલા વર્ષોમાં એક રાજ બબ્બર અને સ્મૃતિ ઇરાની, જયા બચ્ચન સિવાય કોઇને રાજકીય નેતાની ઓળખ નથી મળી.
કંગના રણૌત ફિલ્મ અભિનેત્રી તરીકે મર્યાદિત બનતી ગઇ એટલે ફિલ્મ નિર્માતાઓએ તેને વિચારવી છોડી દીધી હતી. કંગના કાંઇ અમિતાભ બચ્ચન નથી કે જે પોતે જેવા વિષય વાળી ફિલ્મો ચાહે તેવી ફિલ્મો તેના માટે વિચારવામાં આવે અને કહે કે લો તમે આમાં કામ કરો. અમિતાભની જેમ કંગનાની જે ઇમેજ છે તેની મોટી કમર્શીઅલ વેલ્યુ નથી. ફિલ્મો ધંધા માટે બને છે અને જે એકટ્રેસ ધંધો ન કરાવી શકે તેને લેવાનું જોખમ કોણ ખેડે? કંગના જયારે દિગ્દર્શકોના કહ્યા પ્રમાણે કામ કરતી ત્યારે તેની ટેલેન્ટ નીખરી ઉઠી છે. હકીકતે ‘કવિન’, ‘તનુ વેડ્સ મનુ’ વગેરેની સફળતાએ તેને બહેકાવી મુકી હતી •
ખનખન ખનકશે કેનહીં કંગના
By
Posted on