આણંદ: આણંદના બાકરોલ ખાતે રહેતા ઉત્સવ વાઘેલાને ચાર માસ અગાઉ અકસ્માત થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મૃતકના માતા-પિતા દ્વારા આ ઘટના માટે વહુ અપશુકનિયાળના મ્હેંણા ટોણા સાંભળવી માર મારવાની ધમકી આપી દીકરી સાથે કાઢી મૂકી છે.જે હાલ તેણીના પિયર ખાતે રહે છે આ અંગે વિધવા વહુએ સાસુ સસરા વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાનગર ખાતે રહેતી યુવતીના લગ્ન 2017માં ઉત્તરસંડાના વતની ઉપેન્દ્રભાઈ વાઘેલાના દિકરા ઉત્સવ સાથે થયા હતા.જે બાદ તેઓ સાસરીમાં રહેતા હતા ઘર સંસાર સુખરૂપ ચાલતો હતો. આ લગ્ન જીવન દરમ્યાન તેઓને એક દિકરીનો પણ જન્મ થયો હતો.
મહત્વનું છે કે ઉત્સવને અમૂલમાં નોકરી હોઈ તેઓ આણંદના બાકરોલ ખાતે ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. આ ઘરે સાસુ સસરા ભુપેન્દ્રભાઈ વાઘેલા અને મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન વાઘેલા વાર-તહેવાર અને પ્રસંગે આવતાં જતા હતાં અને કયારેક અહીં રાત્રી રોકાણ પણ કરતા હતા. જોકે આ દરમ્યાન પણ સાસુ સસરા ઘરકામ તથા રસોઇ બાબતે વહુ સાથે બોલા-ચાલી અને ઝગડો કરતા હતા. વળી સસરા ભુપેન્દ્રભાઈ વાઘેલાને પણ સાસુ મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન મારા વિરૂધ્ધ ખોટી ચઢવણી કરતા હતા જેથી તેઓ નાની નાની બાબતે વહુને મ્હેંણા ટોણા મારતા અને અપમાનીત કરતા હતા.
ગઇ 19 એપ્રિલ 2022ના રોજ મારા પતિને વાહન અકસ્માત થતાં તેઓને સારવાર માટે શ્રીકુષ્ણ હોસ્પીટલમાં દાખલ કરેલા અને સાસુ-સસરા પણ કરમસદ દવાખાને ખબર જોવા આવ્યા હતા ત્યારે વહુને મહેણા-ટોણાં મારતા હતાં કે “તારા લીધે મારા છોકરાને એકસીડન્ટ થયો છે. તુ અપશુકની છું તારાં પગલાં સારા નથી “અને તારા લીધે આવું થયું છે તેમ કહી “ભારે ત્રાસ આપતા હતાં. આ દરમ્યાન અકસ્માતગ્રસ્ત પતિ ઉત્સવને વધુ સારવાર માટે બીજા દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અને તેઓની અંતિમ -ક્રિયા સાસરી વાળા ઘરે કરી હતી.
બાર દીવસની મૃત્યુ સંસ્કારની ક્રિયા બાદ સાસુ-સસરાએ વિધવા વહુને ધરેથી કાઢી મુકતાં વિધવાને પિતાના ધરે પિયરમાં દીકરીને લઇ જવા ફરજ પડી હતી.
વિધવા વહુ સગર્ભા હોવા છતાં સાસરિયાઓ ત્રાસ આપતા હતા
મહત્વનું છે કે આ સમયે વિધવા વહુ સગર્ભા હોવા છતાં સસરા ભુપેન્દ્રભાઈ વાધેલા અને સાસુ મીનાક્ષીબેન વાઘેલા ભારે માનસિક ત્રાસ આપતા હતા અને કોઈ જ પ્રકારની સારસંભાળ કે દેખરેખ રાખતા ન હોઈ વિધવા વહુ અસહ્ય ત્રાસથી ગ્રસ્ત થઈ ઉઠી હતી.