
વાંસદા તાલુકાના છેવાડા અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને, ડુંગરની વચ્ચે આવેલું ખાંભલા ગામ આજે ધીમી ગતિએ અનેક પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. 2011ની વસતી ગણતરી મુજબ ગામની વસતી 3691 છે, જેમાં ચૂંટણી દરમિયાન 2589 જેટલું મતદાન થાય છે. ખાંભલા ગામમાં પોસ્ટ ફળિયું, બજાર ફળિયું, વાટી ફળિયું, પટેલ ફળિયું, મહું ફળિયું, ચિકાર ફળિયું, ઉપલા ફળિયું અને મંદિર ફળિયું એમ આઠ ફળિયાંનો સમાવેશ થાય છે. ખાંભલા ગામમાં કુકણા, ધોડિયા, ચવધરી, ગાયકવાડ, ચૌધરી, વારલી વગેરે જાતિના લોકો વસવાટ કરતા જોવા મળે છે, જેમાં કુકણા જાતિના લોકો વધુ જોવા મળે છે. ખાંભલા ગામ વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ હોવાથી ઔદ્યોગિક ક્ષેત્ર નહીં હોવા છતાં અહીંના લોકો ખેતી અને પશુપાલન કરી આર્થિક રીતે પગભર થઈ આગળ વધી રહ્યા છે. અહીંના ખેડૂતો ખેતીમાં ડાંગર, શેરડી, ચણા, તુવેર જેવા પાકોની ખેતી કરે છે, પરંતુ અહીંના લોકોનો મુખ્ય ખોરાક ડાંગર હોવાથી તેની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગામમાં લીલાંછમ ખેતરો તેમજ દરેક ફળિયાં અને મહોલ્લામાં પાકા ડામરના રસ્તા અને પેવર બ્લોકના કામથી ગામની સુંદરતામાં વધારો થઈ જાય છે. ખાંભલા ગામ તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્રની બોર્ડર વિલેજનું ગામ હોવા છતાં અહીં 70 % જેટલું સાક્ષરતાનું પ્રમાણ જોવા મળી રહે છે. વાંસદાથી ખાંભલા થઈ મહારાષ્ટ્ર જતો રસ્તો પહોળો અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આ માર્ગ બન્યા બાદ વાહન વ્યવહાર પણ વધી જશે અને તેનો લાભ પણ ખાંભલા ગામને થશે. આ માર્ગ સાંકડો હોવાના કારણે વારંવાર થતા અકસ્માતો પણ ઘણા અંશે અંકુશમાં રહેશે……
બાબજુભાઈ ગાયકવાડ વિકાસ કામો માટે અગ્રેસર
સરપંચથી લઈ તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાઈ આવનાર બાબજુભાઈ ગાયકવાડ ખાંભલા ગામમાં પ્રથમવાર સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા બાદ પાંચ વર્ષ સુધી ગામના સરપંચ તરીકે ગ્રામ પંચાયતનો ભાર સંભાળી ગામની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી ગામને વિકાસના પંથે આગળ વધાવી રહ્યા હતા. તેમજ બાબજુભાઈ પ્રજાજનોની પડખે ઊભા રહી હરહંમેશ લોકોની સમસ્યા માટે લડતા આવ્યા છે. તેમણે પાંચ વર્ષ સરપંચ પદનો ભાર સંભાળ્યા બાદ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ ચુંટાયા આવ્યા હતા. બાબજુભાઈ ગામમાં લોકોની સમસ્યાઓને દૂર કરી હરહંમેશ ગામના વિકાસ માટે જરૂરી અનેક યોજનાનો લાભ મળી રહે એ માટે હંમેશાં સરકારને રજૂઆત કરતા આવ્યા છે. તેમની કામ કરવાની નીતિ અને લોકો પ્રત્યેની લાગણી થકી આજે રાજકારણમાં સતત અગ્રેસર રહી તેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે બિરાજમાન છે અને ગામની સમસ્યા માટે આજે પણ ઉકેલ લાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે. બાબજુભાઈની ગામમાં વિકાસનાં કામો કરવાની નીતિ અને પારદર્શક વ્યવહાર એ જ ખૂબી આજે એમની ઓળખ બની ગઈ છે.
ઉપલા ફળિયા ખાતે વધુ એક સ્મશાનભૂમિનું નિર્માણ
ખાંભલા ગામની સ્મશાનભૂમિની વાત કરીએ તો ગામમાં જ્યારે કોઈક વ્યક્તિનું અવસાન થયું હોય ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં પોસ્ટ ફળિયા ખાતે આવેલ એકમાત્ર સ્મશાનગૃહમાં લઇ જઇ અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી રહી હતી, જેમાં પણ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાથી સ્મશાનભૂમિ તરફ જવાના રસ્તામાં કાદવ-કીચડ થઈ જતાં ત્યાંથી પસાર થઇ સ્મશાનગૃહ સુધી મૃતદેહને લઈ જવામાં લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાંભલા ગામના સરપંચ દ્વારા સરકારને વારંવાર રજૂઆતના પગલે હાલ ઉપલા ફળિયા ખાતે વધુ એક સ્મશાનભૂમિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પગલે હવે ગ્રામજનોને ચોમાસા દરમિયાન પણ અંતિમસંસ્કાર કરવામાં મુશ્કેલી પડતી નથી. તેમજ ગ્રામજનો પાસેથી જાણવા મુજબ સ્મશાનભૂમિમાં મૃતદેહને અંતિમસંસ્કાર કરવા માટે જરૂર પડતાં લાકડાંની વ્યવસ્થા પરિવાર પોતે જ કરતો હોય છે, પરંતુ આ દરમિયાન જો કોઈ પરિવાર લાકડાંની વ્યવસ્થા કરવામાં સક્ષમ ન હોય ત્યારે ગ્રામજનો ભેગા મળી અંતિમસંસ્કાર માટેનાં લાકડાંની વ્યવસ્થા કરી આપે છે. જે આ ગ્રામજનોનો સંપ અને એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
ખાંભલા ગામમાં ઘર વપરાશના પાણીની સુવિધા

ખાંભલા ગામમાં પાણી પુરવઠા યોજના હેઠળ પોસ્ટ ફળિયું, બજાર ફળિયું, વાટી ફળિયું, પટેલ ફળિયું, મુહ ફળિયું, ચિકાર ફળિયું, ઉપલા ફળિયું અને મંદિર ફળિયું એમ આઠ ફળિયાંમાં સુવિધાયુક્ત પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. ગ્રામજનો અને ખેડૂતોને જેનો રોજિંદા જીવનમાં, પશુપાલન માટે સારો લાભ મળી રહે છે.
બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ
ખાંભલા ગામને નવા બસ સ્ટેન્ડની સુવિધા આજે વર્ષોથી મળી નથી. વાંસદાથી બીલમોડા, માનકુનીયા અને નિરપણ ગામે જતી સરકારી બસો ખાંભલા ગામમાંથી જ પસાર થતી હોવાથી ખાંભલા ગામનું બસ સ્ટેન્ડ કેન્દ્ર બિંદુ બની રહે છે. ત્યારે આ બસ સ્ટેન્ડની હાલત જર્જરિત હોવાને પગલે ચોમાસામાં મુસાફરોને વધુ અગવડ પડતી હોય છે. જેને લઇ સુવિધાયુક્ત ખાંભલા ગામનું નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો મુસાફરોને રાહત મળી રહે તેમ છે.
આરોગ્ય કેન્દ્ર ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ ફાયદાકારક
ગામની મધ્યમાં આવેલા બજાર ફળિયામાં સબ સેન્ટર દ્વારા ગામના બીમાર પડતા લોકોની હેલ્થ તપાસી સારી એવી સારવાર આપવામાં આવી રહી છે. તદુપરાંત સાડા ત્રણ હજારની વસતી ધરાવતા ખાંભલા ગામમાં થોડા જ સમય અગાઉ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાંભલા સહિત બીલમોડા, તાડપાડા, નાની વઘઇ, કપડવંજ જેવાં ગામમાંથી આવતા લોકોને પણ બીમારીમાં સારવાર મળી રહે છે. ઘણીવાર બીમારી દરમિયાન દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી વધુ સારવાર પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે આવું સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારના ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહે છે. તેમજ ગામના કેટલાક એવા પરિવાર પણ છે કે જેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે ગંભીર બીમારી દરમિયાન ખાંભલા ગામથી ૯ કિ.મી.નું અંતર કાપી વાંસદા ખાતે જય સારવાર લઇ શકતા ન હતા, તેમને પણ હવે ઘરઆંગણે આવા આરોગ્ય કેન્દ્ર મારફતે પૂરતી સારવાર મળી રહેતાં તેમના માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.
આરોગ્ય કેન્દ્ર ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ ફાયદાકારક
ગામની મધ્યમાં આવેલા બજાર ફળિયામાં સબ સેન્ટર દ્વારા ગામના બીમાર પડતા લોકોની હેલ્થ તપાસી સારી એવી સારવાર આપવામાં આવી રહી છે. તદુપરાંત સાડા ત્રણ હજારની વસતી ધરાવતા ખાંભલા ગામમાં થોડા જ સમય અગાઉ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાંભલા સહિત બીલમોડા, તાડપાડા, નાની વઘઇ, કપડવંજ જેવાં ગામમાંથી આવતા લોકોને પણ બીમારીમાં સારવાર મળી રહે છે. ઘણીવાર બીમારી દરમિયાન દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી વધુ સારવાર પણ પૂરી પાડવામાં આવે છે ત્યારે આવું સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારના ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહે છે. તેમજ ગામના કેટલાક એવા પરિવાર પણ છે કે જેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે ગંભીર બીમારી દરમિયાન ખાંભલા ગામથી ૯ કિ.મી.નું અંતર કાપી વાંસદા ખાતે જય સારવાર લઇ શકતા ન હતા, તેમને પણ હવે ઘરઆંગણે આવા આરોગ્ય કેન્દ્ર મારફતે પૂરતી સારવાર મળી રહેતાં તેમના માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.
આંગણવાડીની સુવિધા

ખાંભલા ગામનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા છ જેટલી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં બજાર ફળિયા, પટેલ ફળિયા, મંદિર ફળિયા, મહું ફળિયા, ઉપલા ફળિયા અને ડુંગરી ફળિયાં એમ 6 ફળિયાંમાં એક-એક આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ આંગણવાડી મળી કુલ ૨૧૬ જેટલા ગરીબ ખેડૂત પરિવારનાં બાળકોને સારું શિક્ષણ સાથે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે.
મોબાઈલ નેટવર્કની સુવિધા
ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાંભલા ગામમાં આજે લોકોની અતિઆવશ્યક એવા મોબાઈલ માટે ખાંભલા-બીલમોડા મેઇન રોડ ઉપર એક મોબાઇલ ટાવર પણ કાર્યરત છે. જેનો લોકોને લાભ મળી રહે છે.