આધુનિક ફેશન યુગમાં ખાદી સાવ ભૂલાઇ ગઇ છે. વસ્ત્ર પરિધાનના ફેશનની ઘેલછાએ ગાંધી પરંપરાને આજની યુવા પેઢી સાવ ભૂલી ગઇ છે. 1817 પાંચ ઓક્ટોમ્બરે બ્રિટીશ શાસકોએ સહુ પ્રથમ અંગ્રેજી શાળા શરૂ થઇ ત્યારથી ભારતીય સંસ્કૃતિ પર અંગ્રેજી આક્રમણ શરૂ થયુ એમમાની શકાય અને અંગ્રેજોના શાસનથી ભારતીય જીવન શૈલી ખાન-પાન વાણી વર્તનમાં બદલાવ અને ભાર-ભય રીત રીવાજોની બદલાવની શરૂઆત થઇ ભારતને આત્મનિર્ભર બનાવવા ખાદીનો પ્રસાર અને વપરાશ વધારવા ખૂબજ જરૂરી છે.
તાજેતરમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની શાખાએ તમામ ડી.ઇ.ઓ. અને ડીપીઓ શાસન અધિકારીએ એક પરિપત્ર દ્વારા ખાદી ફોરફેશન શરૂ કરી તમામ શિક્ષકો-કર્મચારીઓને ખાદી ખરીદવા અને પહેરવા માટે સૂચના અપાઇ છે. સવાલ થાય છે કે શું અધિકારી અને કર્મચારી ખાદી પહેરશે એટલે ખાદીનાં પ્રસાર પહેલાનો તમામ ધારાસભ્યો અને પ્રધાન મંડળે ખાદી અપનાવવી જોઇએ. માઘ વિશે ફરમાન કરતા સહુ પ્રથમ વિધાન સભામાં કાયદો લાવી ફરિજીયાત ખાદી પહેરવી તેવો કાયદો લાવવો જોઇએ.
પૂ. ગાંધીબાપુ ખાદીના ચૂસ્ત આગ્રહી હતા ખૂદ પોતે પોતાના હાથથી ખાદી કાંતી અને પહેરતા તો આજના નેતાઓ પોતાને ગાંધીવાદી કહેવરાવે છે પરંતુ આદારમાં કયાંય ગાંધીનું આચરણ છે ખરૂ ? ખાદીને જો પ્રોત્સાહન આપવા ખરેખર સરકાર માંગતી હોયતો પ્રથમ તો ગુજરાતમાં 250 ખાદી સંસ્થાને 125 કરોડજે આપવાના બાકી છે તે તુરંત આપી દેવું જોઇએ અને ખાદી એક વસ્ત્ર નહિ પણ એક વિચાર છે તેવી ભાવના આમજનતામાં પ્રગટ કયારે થાય જયારે ખૂદ મુખ્યમંત્રી અને તેના તમામ સાથીદારો ખાદી અપનાવે વર્ષોથી ગાંધી જયંતિ હોય ત્યારે જ ‘વળતર’ અપાય છે તે કાયમી ધોરણે આપવુ જોઇએ અને ખાદી વણાટકારોને યોગ્ય વળતર મળવુ જોઇએ જો ખાદી વણાટ કરતી સંસ્થાને જીવતી રાખવી હશે તો તેની લેણી રકમ તરત ચૂકવી તેને પ્રોત્સાહીત કરવા સરકારે તમામ પગલા લેવા જરૂરી છે. માત્ર શિક્ષણ સંસ્થામાં પરિપત્ર કરવાનો કોઇ અર્થ નથી.
બાબરા- મુકુંદાય ડી. જસાણી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.