નવી દિલ્હી: રાજ્યસભામાં બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો. કોગ્રેસના નેતા (Congress Leader) મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) પીએમ મોદી (Pm Modi) પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હું અહીં ગૃહમાં જે જોઉં છું, લોકો નફરતની વધુ વાતો કરે છે. આગળ તેમણે કહ્યું કે આપણા સાસંદો માત્ર હિન્દુ મુુસ્લિમની જ વાત કરે છે શું એજ મુદ્દાઓ છે દેશના? અન્ય કોઈ મુદ્દા જ નથી.
કોગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે બધી જગ્યાએ નફરત ફેલાઈ રહી છે, આપણા જ પ્રતિનિધિઓ તેનો પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીને સવાલ પૂછતા કહ્યું કે હું વડાપ્રધાનને પૂછું છું કે તમે ચૂપ કેમ બેઠા છો? તમે બધાને ડરાવો છો, નફરત ફેલાવનારાઓને તમે કેમ ડરાવતા નથી? તમે મૌની બાબાની જેમ બેઠા છો, તેથી આવી સ્થિતિ સર્જાય છે. તમારી એક નજર પડશે તો તે સમજી જશે કે તેને ટિકિટ નહીં મળે, અને તે ચૂપ રહેશે.
વધુમાં તેમણે કહ્યું કે ક્યાંક ક્રિશ્ચિયનના ધાર્મિક સ્થળ પર નજર છે. તેમણે કહ્યું કે જો શિડ્યુલ્ડ કાસ્ટ મંદિરે જાય છે, તો તેઓ તેને મારવામાં આવે છે, ત્યાં તેમને કોઈ સાંભળતું નથી. હિંદુઓ અનુસૂચિત જાતિ માને છે, તો કેમ તેઓ તેમને મંદિરમાં પ્રવેશવા દેતા નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મંત્રીઓ તેમના ઘરે જઈને ભોજન કર્યા પછી ફોટા શેર કરે છે. જ્યારે ધર્મ એક છે તો તમે તેને મંદિરમાં જવા માટે કેમ મંજૂરી આપતા નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું હતું કે હિન્દુ હોય કે મુસ્લિમ, રાજા હોય કે ખેડૂત દરેકનું સન્માન કરવું જોઈએ.’
ખડગેના નિવેદન પર રાજ્યસભામાં હોબાળો
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ અદાણી જૂથને આપવામાં આવેલા કામોની ગણતરી કરી અને કહ્યું કે જાહેર ક્ષેત્રે તેમને પૈસા આપ્યા છે. તેમણે કહ્યું કે અદાણીની જગ્યાએ 30 હજાર લોકો કામ કરે છે, તેમ છતાં તેમને પ્રોત્સાહન મળે છે. આ અંગે વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. જગદીપ ધનખરે સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને ખડગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો. અધ્યક્ષે કહ્યું કે ભારતમાં પારદર્શક વ્યવસ્થા છે. તમે શું કહેવા માગો છો કે આવા કોન્ટ્રાક્ટ કોઈને આપવામાં આવે છે?