સુરત: અમરોલી કોસાડ રોડ પર મેડિકલ સ્ટોરમાં (Medical Store) કામ કરતા યુવકના મકાનમાંથી લોનના (Loan) મુકી રાખેલા 1.50 લાખ રોકડ તથા દાગીના મળી 2.45 લાખની ચોરી (Stealing) થયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.
ન્યુ કોસાડ રોડ પર આશીર્વાદ હાઈટ્સમાં રહેતા 27 વર્ષીય દેવારામ સાવકારામ દેવાશી મુળ રાજસ્થાનના વતની છે. તેઓ કતારગામ રત્નમાલા સર્કલ પાસે સુમંગલ મેડીકલની દુકાનમાં નોકરી કરે છે. ત્રણેક મહિના પહેલા તેમણે હોમલોન કરાવી હતી. લોન ભરવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમના જીજાજી પાસેથી 1.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ પૈસા ઘરના કબાટમાં રાખ્યા હતા. ગઈકાલે દેવારામની પત્નીને રૂપિયાની જરૂર હોવાથી કબાટ ખોલીને જોતા લોકરમાંથી રોકડા રૂપિયા ગાયબ હતા. ઘરની ચાવી થોડા દિવસ પહેલા ખોવાઈ હતી. આ ચાવી પણ મળી આવી નહોતી. કબાટના લોકરમાંથી રોકડ સિવાય સોના ચાંદીના દાગીના મળી કુલ 2.45 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. જેતી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
ઉમરગામના માલખેતમાં તસ્કરોનો તરખાટ : પાંચ મકાનના તાળા તોડ્યા
ઉમરગામ : ઉમરગામના માલખેત ખાતે આંબાવાડીમાં આવેલા પાંચ મકાનના તાળા તોડી તસ્કરો ખેતીના ઓંજારો કિંમત રૂ ૪૧ હજાર મત્તાની ચોરી કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના આમગામ રોડ સંજાણ ખાતે રહેતા ફરિયાદી અરવિંદભાઈ ઠાકોરભાઈ વણઝારાની ખતલવાડા માલખેત માલખેતપાડા આંબાવાડીમાં પાંચ મકાનો આવેલા છે. ગતરોજ તસ્કરોએ આંબાવાડીના મેઈન દરવાજાને મારેલા તાળું તોડી અંદર પ્રવેશી પાંચે મકાનોના દરવાજાને મારેલું તાળું કોઈ સાધન વડે તોડી મકાનમાંથી ખેતીના ઓંજારો, સર સામાન, ઇલેક્ટ્રીક મોટર, સર્વિસ વાયર, પાવડા, ત્રિકમ, તગારા, પરાઈ, ઘાસ બાંધવાની ચેન વગેરે મળીને રૂપિયા ૪૧,૬૦૦ ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.