Columns

કેજરીવાલનો વોટ-પ્રાપ્તિ વિલાસ આઇઆઇટી ગ્રેજયુએટ કે ડાકલાં વગાડતો ભુવો?

કેજરીવાલ નામના બે વાલ અને ત્રણ કોડીની કિંમતના માણસને એ ભાન છે કે પોતે શું બોલી રહ્યો છે. એ પણ ભાન છે કે પોતે લોકશાહીમાં અને પ્રગતિશીલ સમાજમાં અધમાધમ વાણી ગણાય એવી વાણી બોલી રહ્યો છે. અદાલતે નફરત જગાવતી તકરીરો, ભાષણો પર પ્રતિબંધો મૂકતો હુકમ બહાર પાડયો છે. એ જ પ્રમાણે દેશની પ્રગતિની ઘડિયાળના કાંટા ઉલટા ફેરવે એવા પ્રવચન-પ્રપંચીઓની પણ તત્કાળ ધરપકડ થવી જોઇએ. આ માણસ અધમ માનસિકતા ધરાવતો માત્ર રાજકારણી જ નથી પણ એક ઠગ, ધુતારો અને બુચમારુ છે. જે કંઇ કરવાથી મત મળે એવી શકયતા જણાય તે કરવા એ તત્પર રહે છે. સ્થાનિક સ્વરાજ, લોકપાલ, પારદર્શિતા વગેરે બધું હવાઇ ગયું અને હવે ભુવા ભરાડી અને પૂજારીનો અવતાર ધારણ કર્યો છે.

થોડા દિવસ અગાઉ કૃષ્ણ હતો, કારણ કે જન્માષ્ટમીએ જન્મ્યો હતો. તેના અગાઉ હિન્દુઓ, કાશ્મીરી પંડિતોને ગાળો આપતો હતો કે ‘તમને લોકોને શરમ નથી આવતી?’ ત્યારે એ મુસ્લિમોને રાજી કરી રહ્યો હતો. કમ સે કમ એ પોતે એવું માનતો હતો કે મુસ્લિમો રાજી થશે. આ માણસે ખાલીસ્તાની વડા પ્રધાન બનવા ધાર્યું હશે તો ધાર્યું પણ હશે. હમણાંની એની મુખવિષ્ટાઓની બદબૂ સાંભળીને કશું અશકય જણાતું નથી. બીજાની શરમ બાબતે સવાલો પૂછે છે એ પોતે તો સાવ નિર્લજ્જ બનીને વાતો કરે છે. શરમનો એક દાગ છાંટો હોત તો આટલી બહુમતીથી ચૂંટાઇ આવેલા માણસની માત્ર થોડા વરસમાં કોડીની આબરુ રહી ગઇ ન હોત.

ગુજરાતની પ્રજા હિન્દુ અને ધર્મપ્રેમી છે તેમ સમજીને ફોસલાવવા છેતરાવવા માટે તુક્કો વહેતો મૂકયો છે કે રૂપિયાની ચલણી નોટો પર ગણપતિજી અને લક્ષ્મીની તસવીરો છાપવી જોઇએ. એ કહે છે કે દેવતાઓ આખરે દેવતાઓ હોય છે અને એમના આશીર્વાદ હોવા જરૂરી છે. રૂપિયાની કિંમત ડોલર સામે ઘટી રહી છે તે ઘટતી બંધ થઇ જશે. રૂપિયો મજબૂત થશે જો લક્ષ્મી-ગણેશજીની છબિ તેના પર હશે એવું ગણિત આ તથાકથિત આઇઆઇટી ગ્રેજયુએટ અને આવકવેરા વિભાગના પૂર્વ-અધિકારીએ રજૂ કર્યું.

અરે ગધ્ધા, (આવા મુખ્યમંત્રીને ગાળ જ નહીં લાત પણ મારી શકાય જે રોજ રોજ પોતાની બેઇજ્જતી કરાવવા, પોતાની તથાકથિત આબરૂની લીલામ કરાવવા ચોકમાં આવી જાય છે.) હા તો ગર્દભ મહાશય, અમેરિકાના ડોલર પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીરો નથી છતાં ડોલર કેમ મજબૂત થયો? ગુજરાતની અને દેશની પ્રજા જાણે છે કે મહેનત કરવાથી ફળ મળે છે. એમ છબીઓ છાપવાથી ફળ મળી જતાં નથી અને છતાં આઇઆઇટીનો એલ્યુમની આવી વાતો કરતો હોય તો એને ભયંકર ઠગ, મહાધૂર્ત જ સમજવો પડે. એ કહે છે કે દેશની એકસો ચાલીસ કરોડ જનતા ઇચ્છે છે કે ચલણી નોટો પર દેવ દેવતાઓની ઇમેજો છાપવી જોઇએ.

એને કેવી રીતે ખબર પડી. હું (લખનાર) પણ એમ કહી શકું કે દેશની એકસો ચાલીસ કરોડ જનતા ઇચ્છે છે કે આ કેજરીવાલને વિમાનમાં બેસાડીને અરબી સમુદ્ર પર લઇ જઇ ફેંકી દેવો જોઇએ. અનેક ફીજુલની, સ્વાર્થી ચર્ચાઓ બંધ થઇ જાય અને દેશનો કિંમતી સમય એક રાષ્ટ્રીય ગુનેગારની મુખવિષ્ટા સાફ કરવા પાછળ ન ખર્ચાય. પત્રકારત્વના પાંચ દાયકામાં અનેક મુખ્યમંત્રીઓ, નેતાઓ જોયા છે. મળ્યો છું. સાંભળ્યા છે. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઇ, ઘનશ્યામ ઓઝા, બાબુભાઇ જશભાઇ, જશવંત મહેતા, અમરસિંહ ચૌધરી, કેશુભાઇ પટેલ, સુરેશભાઇ મહેતા અને મહારાષ્ટ્રમાં વસંત દાદા પાટીલ, એ.આર. અંતુલે, બાબાસાહેબ ભોસલે, પૃથ્વીરાજ ચવ્હાણ, વિલાસ દેશમુખ, મનોહર જોશી વગેરે સાથે ઇન્ટર એકશન થયું છે. બધાના પાકા વિચારો અને ગરિમા હતી.

સનત મહેતાને કેમ ભૂલાય? એ લોકો સાથે સરખામણીએ કરીએ તો એ બધા સૌમ્ય અને શાલીનતાની મૂર્તિ સમાન હતા અને આ કેજરીવાલ તો સત્તાપ્રાપ્તિ માટે કોઇના સંતાનની કમળપૂજા (બલિ) કરાવી શકે એવો હૃદયવિહીન ઠગારો છે. બધાને યાદ છે કે એણે પોતાનાં બાળકોની કસમ ખાધી હતી. એ ગુજરાતીઓનાં મૂલ્યો, વિચારો, ઇથોસને જાણતો જ નથી. જેણે ટોટાઓ અને ફટાકડા પર લક્ષ્મી અને ગણપતિની તસવીરો છાપવાનું બંધ કરાવી દીધું એ શું ગણપતિ-લક્ષ્મીની છબીઓને સુલભ શૌચાલયમાં જાય.

કસાઇવાડામાં જાય, તે માટે રાજી થશે? અને આઇઆઇટી નિર્મિત ચલણ, નોટો પર  દેવતાઓની તસવીરો છાપવાથી દેશ શ્રીમંત બનતો હોત તો જગતમાં છાપકામ સિવાય કોઇ ઉદ્યોગ જ ચાલતો ન હોત અને તારે મધર ટેરેસા સાથે રહેવા જવું પડયું ન હોત. જો ભણેલો હો તો થોડો માનસિક વિકાસ કર અને થોડી શરમ અપનાવતો જા. મહાન બાબાસાહેબ આંબેડકર આ દેશને એક સુંદર સંવિધાન, વરસો સુધી રાત-દિવસ એક કરીને આપતા ગયા છે તેમનું અને બંધારણનું અપમાન ન કર. તું આ દેશની સેવા કરવા માગતો હો તો માત્ર ઘરે ચૂપચાપ બેસીને જ કરી શકીશ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top