National

કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, હાઈકોર્ટે જામીન પર નિર્ણય અનામત રાખ્યો

દિલ્હી દારૂ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મુદ્દે દિવસભર ચાલેલી સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જો કે શુક્રવારે EDએ કેજરીવાલના જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગુરુવારે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપીને મોટી રાહત આપી હતી. જે બાદ આજે EDએ કેજરીવાલના જામીન સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે કેજરીવાલના જામીન પર હાલ માટે સ્ટે મુક્યો છે અને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ અંગે બે-ત્રણ દિવસમાં નિર્ણય આવી જશે. ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા કેજરીવાલને જામીન આપ્યા બાદ EDએ શુક્રવારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. EDએ આ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. હાઈકોર્ટ ઈડીની અરજી પર સુનાવણી કરવા માટે સંમત થઈ છે.

દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. કેસની સુનાવણી કરી રહેલા જજ જૈને કહ્યું કે અમે આજની દલીલો પર વિચાર કરવા માંગીએ છીએ. આ ન્યાયિક આદેશ હશે. અમારી પાસે 30 કેસ પેન્ડિંગ છે. આ પછી સુનાવણી પૂરી થઈ ગઈ હતી.

Most Popular

To Top