National

કેજરીવાલ-મમતા તો ક્યારેક લાલુ-નીતીશ, INDIA ગઠબંધનમાં રૂઠવા-મનાવવાનું યથાવત

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણી (LokSabha Elections) માટે સીટની વહેંચણી અને પ્રચાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિરોધ પક્ષોએ દિલ્હીમાં INDIA ગઠબંધનની (Aliance) ચોથી બેઠક યોજી હતી. આ બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો અને પોતાની પાર્ટી લાઇનનો પ્રસ્તાવ મૂક્યો હતો. દરમિયાન મમતા બેનર્જીએ (Mamata Benarji) મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge) ગઠબંધનના વડા પ્રધાનપદ માટે ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી (Delhi PM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પણ ટેકો આપ્યો હતો.

સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડીના પ્રમુખ લાલુ યાદવ આ પ્રસ્તાવથી નારાજ દેખાતા હતા. તેમજ બંને નેતાઓ મિટિંગ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા અને મિટિંગ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ હાજરી આપી ન હતી. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતા INDIA ગઠબંધનની બેઠકમાં નારાજ દેખાયા હોય. અગાઉની બેઠકો ઉપર પણ નજર કરીએ તો આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છેે.

જૂનમાં યોજાયેલી પ્રથમ બેઠકમાં કેજરીવાલ નારાઝ થયા હતા
વિપક્ષી ગઠબંધનની પ્રથમ બેઠક 23 જૂને પટનામાં યોજાયી હતી. આ બેઠકનું નેતૃત્વ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું હતું. બેઠકમાં 15 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. જેનો ઉદ્દેશ્ય આગામી સામાન્ય ચૂંટણીઓમાં મોદી સરકારનો મુકાબલો કરવા માટે વિપક્ષોને એકજૂથ કરવાનો હતો. જો કે મીટિંગ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુસ્સામાં જોવા મળ્યા હતા. કારણ કે, તેઓ ઈચ્છતા હતા કે દિલ્હીમાં અમલદારોને અંકુશમાં લેવા માટેના હુકમ સામે વિપક્ષ એક થાય અને કોંગ્રેસ આ અંગે તેમને સમર્થન આપે.

જુલાઇમાં યોજાયેલી બીજી બેઠકમાં નીતિશ નારાઝ થયા હતા
17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાયેલી બીજી બેઠકમાં 26 વિપક્ષી દળો હાજરી આપી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોના ગઠબંધનને INDIA નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ છે- ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ. આ બેઠકમાં નીતિશ કુમાર ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવાના મુદ્દે સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

ઓગસ્ટ-સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાયેલી ત્રીજી બેઠકમાં મમતા નારાજ
ત્રીજી બેઠક દરમિયાન ગઠબંધને પાંચ સમિતિઓની રચના કરી હતી. જેમાં અભિયાન સમિતિ, સંકલન/વ્યૂહરચના સમિતિ, મીડિયા, સોશિયલ મીડિયા અને સંશોધન સમિતિની રચના કરાઇ હતી. આ બેઠકમાં 28 વિરોધ પક્ષોના પ્રતિનિધિઓએ પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી હતી. અહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુસ્સામાં જોવા મળ્યા. કારણ કે, સીટ-શેરિંગ એગ્રીમેન્ટ માટે સમયમર્યાદા નક્કી ન કરી શકવાથી તેઓ નાખુશ હતા.

ભારત માટે સીટની વહેંચણી પણ મોટો પડકાર
ગઠબંધનમાં હાલ પીએમના ચહેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અગાઉ દિલ્હીમાં AAP-કોંગ્રેસ, બંગાળમાં TMC-કોંગ્રેસ અને MPમાં SP-કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઈને વિવાદ થયો હતો. આ કારણે સીટોની વહેંચણી INDIA ગઠબંધન માટે મોટો પડકાર છે. કહેવામાં આવી રહ્યું છે કે 31 ડિસેમ્બર સુધી સીટોની વહેંચણી પર ગઠબંધનમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.

Most Popular

To Top