Charchapatra

દેહના દુ:ખ દેહમા રાખજે હાલતા ચાલતા મોત આપજે

અમારા પ્યારા અને પ્યારા પરિવારના દાદીમાં નામ ‘તાપીબા’ નીત્યક્રમ મુજબ રોજ વહેલી સવારે ઊઠીને નાહી ધોઈને પરવારીને ધરના વાડામાં આવેલા પિપળાના વૃક્ષની બખોલમાં દીવો અગરબત્તી કરી નમન કરી વંદન કરી બોલે હે મારા વિષ્ણુભગવાન અમારા દેહના દુ:ખ દેહમાં રાખજે, હાલતા ચાલતા મોત આપજે’ એક વહેલી સવારે એમની ઇચ્છા મુજબની મનની મરજીની અરજી પાસ થઈ ઈ નીત્યક્રમ પતાવીને તેઓ સૂધી ગયા તે સૂઈ ગયા. ઉપરવાલાએ એમની લાજ રાખી તેઓ આ જગતમાંથી વિદાય થઈ ગયા, ધાર્યા કરતા સહેલાઇથી મુકિત મળી ગઇ એ ઘટનાને પાંચ દાયકા પુરા થયા.

નશીબદાર વ્યકિતને સમય પર હાલતા ચાલતા મોત આવે છે. પહેલા થોડોક અચાનક મૃત્યુના કારણે આઘાત જરૂર લાગે પરંતુ જનાર વ્યકિત માટે ઉત્તમ મૃત્યુ ગણાય. વહેલી સવારના દાદીમાના મુર્ખથી સાંભળેલા એ શબ્દો હજુ પણ કાનમા ગુંજે છે. બચપનમા એનુ રહસ્ય સમજાયુ ન હોતુ પુખ્તવયની ઉંમરે પાછળથી દુનિયાની લીલી સુકી જોયા બાદ બરોબર સમજાયુું. જાત જાતની અસાધ્ય નવી નવી બિમારીથી ઘેરાયેલો માનવી એનાથી હેરાન પરેશાન દુખી થયેલો વિશેષ વડિલ સ્ત્રી પુરૂષ, વર્ગ પણ હાલતા ચાલતા મોત માંગે છે.

મંદિરમાં જઇને પ્રાર્થના કરે છે દુખી થઈને દહેથી પિડાયને લાચારીયા જીવવાનું હવે કોઇને પણ ગમતુ નથી. માંદગી પાછળ થતો અધધ ખર્ચ માનવીને જીવને જીવત મારી નાખે છે. છતાં કહેવુ પડે એ બધુ આપણા હાથાં નથી. ઉપરવાળો તો બરોબર હિસાબ કિતાબ પુરો કરીને ચૂકતે કરીને એના દરબારમાં બોલાવે છે. કેટલાક લોકો માયામાંથી મુકત થઇ શકતા નથી. જીવ માયામા અટવાય છે તેઓને સહેલાઈથી મુકિત મળતી નથી. દુખી થાય છે. ખેર ઉપરવાળાને દીલથી પ્રાર્થના કરીએ જીવન ભલે અમારુ બગડી ગયુ અમારુ તુ મૃત્યુ સુધારી લે જે. દીલથી કરેલી પ્રાર્થનાની અસર જરૂર થાય છે. દાદીમાની પુણ્યતિથિ પર અનાયાસે દાદીમાની યાદ આવી ગઇ. જે ઘરમા વડિલોની હાજરી છે એ ઘર ભાગ્યશાળી ઘર ગણાય.
સુરત     – જગદીશ પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top