ગત ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં યોજાયેલ પોલીસની ભરતીમાં ઉમેદવાર તથા વાલીઓ ખૂબ જ હેરાન થયેલ છે. કારણકે સરકારે જે તે જિલ્લાના ઉમેદવારોની ભરતી જિલ્લામાં રાખવાના બદલે અલગ અલગ જિલ્લામાં રાખેલ. સુરત જિલ્લાના ઉમેદવારોને નડિયાદ ખાતે બોલાવેલ. ઉમેદવારોનો ધસારો વધુ હોવાને કારણે એસ.ટી. બસો મળતી ન હતી. રેલ્વેમાં રીઝર્વેશન મળતું ન હતું. ભરતીના સ્થળે જવા માટે બે દિવસ અગાઉથી નીકળવું પડે. ગરીબ ઉમેદવારો પાસે રહેવા જમવાના પૈસા હોતા નથી. ઉમેદવારો ને વાલીઓ ખૂબ જ હેરાન પરેશાન થાય છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે પોલીસની શારીરિક તથા લેખિત પરીક્ષા જે તે જિલ્લામાં જ રાખો. જેથી વાલી તથા ઉમેદવાર હેરાન પરેશાન ન થાય. અગાઉ પોલીસની ભરતી જે તે જિલ્લામાં જ રાખવમાં આવતી હતી જે બધા માટે અનુકૂળ હતી. જિલ્લા પોલીસ વડા આખી ભરતી પ્રક્રિયા માત્ર બાર દિવસમાં આટોપી લેતા અને પંદરમા દિવસે તો પસંદગી પામેલ ઉમેદવારને નિમણૂક પત્ર મળી જતો. અને ઉમેદવાર પોલીસ તાલીમ શાળા વડોદરામાં તાલીમ લેતો થઇ જતો. સ્વયં નિવૃત્ત પોલીસ જમાદાર છું એટલે આ કહી શકું છું.
બારડોલી – આઇ.જી. શેખ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પોલીસની ભરતી જે તે જિલ્લામાં જ રાખો
By
Posted on