એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકરેકહ્યું, ‘જીવનને બદલી નાખવું હોય તો હમણાં બધા ઘણી ચેલેન્જ સ્વીકારે છે રોજ ૫ વાગે ઉઠો ,રોજ ૧૦૦૦૦ સ્ટેપ ચાલો, રોજ દાદરા ચઢો, રોજ ૧૦ પાનાં વાંચન કરો વગેરે વગેરે હું તમને એક ખાસ ચેલેન્જ આપું છું અને સ્વીકારવાનું કહું છું.’ બધા સ્પીકર શું ચેલેન્જ આપશે તે સાંભળવા આતુર બન્યા.સ્પીકર બોલ્યા, ‘ચાલો બધા ધ્યાનથી સાંભળજો જો તમારે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવો હોય, જીવનમાં આગળ વધવું હોય, મનને કાબુમાં રાખવું હોય ,મગજને કસવું હોય, ધ્યાન કરવાની ક્ષમતા વધારવી હોય તો આ ચેલેન્જ ૨૧ દિવસ કે એક મહિનો કે છ મહિના નહિ અને લાઈફ લોંગ સ્વીકારી લો.’ એક લેડી બોલ્યા, ‘એક જ બદલાવની ચેલેન્જ સ્વીકારવાથી જીવનમાં આટલા બધા બદલાવ કઈ રીતે શક્ય છે ?? અનેએવી અઘરી ચેલેન્જ શું છે તે તો કહો?’
સ્પીકર બોલ્યા, ‘ચેલેન્જ છે કે તમે સતત રોજ એક કલાક કે બે કલાક કૈક નવું શીખો…કૈક તમને ગમતું હોય તેવું શીખો…કૈંક ન આવડતું હોય તેવું શીખો …કૈક જીવનમાં સમયના બદલાવ સાથે જરૂરી હોય તે શીખો …કૈંકઅઘરું લાગતું હોય છતાં શીખો.’ એક સીનીયર સીટીઝને પ્રશ્ન પૂછ્યો, ‘આ તો યુવાનો કે વિદ્યાર્થીઓ ચેલેન્જ લઇ શકે..’ સ્પીકર બોલ્યા, ‘ના, કૈક નવું શીખવામાં કોઈ ઉંમર બાધ ક્યારેય હોતો નથી.સુંથી પહેલા આ જ માન્યતા મગજમાંથી કાઢવાની જરૂર છે કે હું હવે કયાંથી શીખી શકું સમય વીતી ગયો …જે શીખવું હોય તમે આજથી અને અત્યારથી જ શીખી શકો.’ બીજા યુવાનશ્રોતાએપૂછ્યું, ‘પણ આ ચેલેન્જમાં એવું તે શું ખાસ છે ?? જેથી આટલા બધા ફાયદા થઈ શકે??’
સ્પીકર બોલ્યા, ‘આ જ તો મુખ્ય પોઈન્ટ છે આ ચેલેન્જ પાછળનો જે સમજવાની જરૂર છે. મને કહો કે તમે કોઈ નવી ભાષા શોખી રહ્યા છો કે સાંભળી રહ્યા હો તો તેને વધારે ધ્યાનથી સાંભળશો કારણકે તમને તે નથી આવડતી…કોઈ અઘરો પ્રશ્ન કે દાખલો હશે તો તેનો જવાબ તમે એકદમ ધ્યાનથી ગોતશો કારણ કે તે અઘરો છે અને તમને તેમાં સમજ પડતી નથી …કોઈ નવી જગ્યાએ જશો તો આમતેમ જોઇને વધુ ધય્નથી નિશાની અને રસ્તાઓ યાદ રાખશો કારણ કે તમારા માટે તે અજાણ્યા છે…નવો કોઈ પ્રોબ્લેમ આવે તો તેમાંથી માર્ગ કાઢવા તમે વધુ સજાગ થઈ જશો અને માર્ગ ગોતશો.
જીવનમાં આપણે કોઇપણ નવી કે અઘરી કે અજાણી વસ્તુ જોઈએ છીએ ત્યારે સાહજિક રીતે જ બરાબર ધ્યાન આપી તેને જાણવાની ,સમજવાની, તેનો જવાબ શોધવાની કોશિશ કરીએ છીએ. જયારે આપને કોઈ વસ્તુમાં સમજ નથી પડતી તો આપણે તેની પર બરાબર ધ્યાન આપીએ છીએ.અને તેમાં કરવાથી આપણું મન બીજા વિચારો નથી કરતું ,મગજ બરાબર કસવું પડે છે ,ધ્યાન આપવાની ક્ષમતા વધે છે, નવું નવું શીખતા રહેવાથી જીવનમાં આપો આપ આગળ વધી શકાય છે.માટે જીવનમાં નવું નવું શીખતા રહેવું જરૂરી છે.’ સ્પીકરેસુંદર સમજ આપી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.