Madhya Gujarat

કેડીસીસી બેંક ઘેર ઘેર ‘કેસીસી-કિસાન ક્રેડિટ કાર્ડ’ આપશે

આણંદ: કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ હવે ઘર ઘર કેસીસી-કિસાન ક્રેડિટ કાર્ડનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પીએમ કિસાન લાભાર્થીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં કેસીસી હેઠળ બાકી રહેલા તમામ ખેડૂતોને આવરી લેવા સાથે પશુપાલકો અને ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી શકે તે માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સોજિત્રા તાલુકાના ડભોઉ ગામે કેસીસી ધિરાણ યોજનાનો પ્રારંભ કરાવતાં બેંકની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. 

જિલ્લા બેંક, આપની બેંક, હવે આપના આંગણેના સૂત્રને સાર્થક કરતાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલની અધ્યક્ષતામાં ડભોઉ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે નાબાર્ડના ડીડીએમ રાહુલભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન તેજસભાઈ પટેલ, નાબાર્ડના DDM રાહુલ સર, ડભોઉ દૂધ મંડળી, સેવા મંડળીના ચેરમેન, અને ઉપસ્થિત સૌ દૂધ મંડળીના સભાસદો વેપારીઓ અને ગામના આગેવાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

ત્યારબાદ દૂધ મંડળીના ચેરમેન લલિતભાઈ પટેલ અને દૂધ મંડળી, સેવા મંડળીના સભ્યો દ્વારા ચેરમેન તેજસભાઈ પટેલ, નાબાર્ડના DDM રાહુલ સર અને ઉપસ્થિત સહકારી આગેવાનોનું  પુષ્પગુછથી સ્વાગત કરવામાં આવ્યું. આ શિબિરને સંબોધતા ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા શરૂ કરેલ» ઘર ઘર કેસીસી અભિયાન» નો વધુમાં વધુ પશુપાલકો, ખેડૂતો લાભ તે અંગે સમજ આપી .

વધુમાં વાત કરતા જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રીનરેન્દ્ર ભાઈ મોદી સાહેબ અને ભારત સરકારના પ્રથમ સહકારીતા મંત્રી શ્રીઅમિતભાઈ શાહ સાહેબ ભારત દેશને આત્મનિર્ભર બનાવવાની પરિકલ્પના કરી રહ્યા છે ત્યારે બેંક દ્વારા ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ અને સૌ સંચાલક મંડળ દ્વારા શરૂ કરેલ આત્મનિર્ભર સ્વરોજગાર યોજના હેઠળ સમગ્ર ખેડા આણંદ અને મહીસાગર જિલ્લામાં 2500 કરતા વધારે સોજીત્રા તાલુકામાં 750 જેટલા યુવાનોને આ હેઠળ આર્થિક રીતે પગભર બનાવાશે. તે અંગે વાત કરી આ યોજનાનો વધુમાં વધુ યુવાનો લાભ લઇ આત્મનિર્ભર બને તે અંગે અપીલ કરી સાથે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે «તહેવારો કે રંગ કેડીસીસી બેંક કે સંગ «આ યોજના હેઠળ બેંક દ્વારા વિવિધ ધિરાણ યોજનાલક્ષી  માહિતી ઉપસ્થિત સૌને આપી.

વધુમાં આગામી દિવસોમાં બેંક દ્વારા થનાર કામગીરી અંગે સૌને માહિતગાર કરી. પશુપાલન ધિરાણ યોજના હેઠળ લાભાર્થીઓને મંજૂરી પત્ર ચેરમેનશ્રી તેજસભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યા  આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, ડેરીના સભાસદો ,વેપારીશ્રીઓ અને ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતમાં  કેસીસી ધિરાણ યોજનાને અને બઁકની વિવિધ ધિરાણ યોજનાઓને ઉપસ્થિત સૌએ આવકારી તમામ માહિતીને જન જન સુધી પહોંચાડવા માટે સૌ કટિબદ્ધ થયા. અંતમાં ઉપસ્થિત સૌએ ચેરમેનશ્રી તેજસભાઈ પટેલ તથા બેંકના સંચાલક મંડળ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top