વાપી: (Vapi) અમિતાભ બચ્ચનના (Amitabh Bachhan) જાણીતા શો કેબીસીમાં (KBC) હોટસીટ ઉપર ગત તા.30 નવેમ્બરમાં પ્રસારિત થયેલા કાર્યક્રમમાં વાપી જ્ઞાનધામ શાળાની ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પ્રતિષ્ઠા શેટ્ટી સીઝન ૧૫માં પસંદગી પામતા કેબીસીના મંચ પર પહોંચી હતી.
- વાપીની શાળાની વિદ્યાર્થિની કેબીસીમાં હોટસીટ ઉપર પહોંચી
- અમિતાભ બચ્ચન સામે બેસી તેણે ૧૧ પ્રશ્નોના સચોટ જવાબો આપ્યા
અમિતાભ બચ્ચન સામે બેસી તેણે ૧૧ પ્રશ્નના સચોટ જવાબો આપ્યા અને 12મા પ્રશ્નના જવાબ આવડતો હતો. પણ ચોક્કસપણે ખાતરી નહીં હોવાથી પ્રશ્નનો જવાબ આપ્યો નહીં અને સોને ક્વીક કરી દીધો હતો. એણે રૂ.6,40,000 જીત્યા એ સિવાય સંદૂકમાંથી પણ એને 30,000 રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત અમિતાભ બચ્ચનના હસ્તે સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું હતું. પ્રતિષ્ઠા શેટ્ટીએ વિદ્યાર્થીઓને શાળાના પ્રાર્થના ખંડમાં પોતે કેવી રીતે કેબીસીના મંચ ઉપર પહોંચી હતી.
તેના ઉપર પોતાના અનુભવો વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પ્રયત્ન કરતાં રહેવું જોઈએ, ક્યારે હાર માનવી નહી. મેં પણ લગાતાર ચાર વર્ષ મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. આથી, દરેક વિદ્યાર્થીઓએ પણ આ રીતે ભાગ લેવો જોઈએ, અને શાળાનું ગૌરવ વધારવું જોઈએ. શાળા પરિવારે વિદ્યાર્થિની પ્રતિષ્ઠા શેટ્ટી કેબીસીમાં પહોંચતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી. ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપલ અને શિક્ષણગણએ પણ શુભેચ્છા પાઠવી હતી.