Charchapatra

કાયદા ઘડતા અગાઉ સામાજીક જાગૃતિ

કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં હતો. તેત સુધારીને 2006માં આ કાયદો નવેસરથી ઘડાયો. આમ છતાંગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉ.પ્ર., બિહાર જેવા રાજયોમાં ખાસ કરીને અખાત્રીજના દિવસે મોટાપાયે જાહેરમાં બાળલગ્નો યોજાય છે.

દરેક રાજય સરકારે બાળલગ્ન અટકાવવા તંત્ર ગોઠવેલ હોય છે, પરંતુ સરકારી તંત્રની કામગીરી અસરકારક હોતી નથી અને તેથી બાળલગ્નો અટકવાનું નામ લેતા નથી. 2006ના નવા કાયદાની પણ કોઇ અસરકારકતા જણાઇ નથી.

કાયદાઓ એવા ઘડવા જોઇએ કે જેનું લોકો પાલન કરી શકે અને બીજી તરફ કાયદાના અમલ માટે પૂરતી વ્યવસ્થા સાથે તંત્ર ગોઠવેલ હોવું જોઇએ. આપણા દેશમાં આ બંને બાળતોની ખામી છે. જો લગ્ન વય વધારવી હોય તો લોકોને સમાજીક રીતે જાગૃત કરવા જોઇએ. જયાં સુધઈ લોકો સામાજીક રીતે જાગૃત ન થાય ત્યાં સુધી આ નવી દરખાસ્તનો પણ અમલ કરી શકાશે નહીં. દેશમાં સામાજીક જાગૃતિનો અભાવ ઘણો છે. સૌ પ્રથમ સરકારે આ પ્રયાસ કરવો જોઇએ.

પાલનપુર  -અશ્વિન ન કારીઆ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top