કેટરીના કૈફના લગ્નની ચર્ચા હવે થતી નથી પણ સલમાન ખાન સાથેની ‘ટાઈગર-3’ આવશે ત્યારે જરૂર ચર્ચા ઉપડશે. સલમાનની પ્રેમિકા તરીકે તે કાયમ ચર્ચાતી રહી હતી એટલે હવે પરણી ગયા પછી સલમાન સાથે કેવી રીતે કામ કરશે? અભિનય તો અભિનય હોય છે છતાં લાંબા સમયના પ્રેમસંબંધ પછી નવા સંજોગમાં એકબીજા સામે ઉભા રહેવું સરળ નથી હોતુ. સલમાન ચાહે તો કેટરીનાને પડતી મુકી શકે પણ તે એવું નહી કરશે કારણ કે હવે કેટરીના સાથે પરદા પર આવે તો ઓડિયન્સ માટે એક સેન્સેશનલ ઘટના બશે. વળી આ ફિલ્મ યશરાજ ફિલ્મની ફ્રેન્ચાઈઝી તરીકે છે એટલે સલમાન ઈચ્છે તો પણ કેટરીનાને પડતી મુકી શકે નહીં. અગાઉની બંને ફિલ્મો ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’માં સલમાન સાથે કેટરીના જ હતી.
આ વખતે કેટરીનાએ વેલેન્ટાઈન ડે વિકી કૌશલ સાથે ઉજવવો હતો પણ તે દિવસે તે સલમાન ખા સાથે હશે કારણ કે ‘ટાઈગર 3’નું શૂટિંગ શેડ્યુલ બદલાવાનું નથી. આ આખરી શેડ્યુલ સાથે જ ફિલ્મ પૂરી થશે એટલે કેટરીના પણ હાશ કરશે. સલમાન અને કેટરીના 12 ફેબ્રુઆરીએ શૂટિંગ માટે દિલ્હી પહોંચવાના છે અને 14મીથી શૂટિંગ શરૂ કરશે. ‘ટાઈગર-3’ ડિસેમ્બર 2022માં રજૂ થવાની છે. મનીષ શર્મા દિગ્દર્શીય આ ફિલ્મ શરૂ થઈ ત્યારે સલમાન-કેટરીનાના સંબંધ જુદા હતા અને હવે જુદા છે આમ છતાં કેટરીનાએ આ ફિલ્મના પ્રમોશનમાં પણ સલમાન સાથે ભાગ લેવો પડશે. ‘મૈને પ્યાર ક્યું કિયા’, ‘પાર્ટનર’, ‘હેલો’, ‘યુવરાજ’, ‘બોડીગાર્ડ’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ઝીરો’, ‘ભારત’ જેવી ફિલ્મોમાં સાથે આવ્યા પછી હવે કદાચ છેલ્લીવાર સાથે દેખાશે. સલમાને જેની સાથે સૌથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે તે કેટરીના છે અને પ્રેક્ષકને પણ ‘ટાઈગર 3’ની ઈંતેજારી રહેશે. અત્યાર સુધી એવું હતું કે સલમાન નવી ફિલ્મ શરૂ કરવાનો હોય તો લોકો માની લેતાં કે તેમાં કેટરીના જ હીરોઈન હશે. હવે એવું નથી બનવાનું એટલે પણ ‘ટાઈગર 3’ મોટી ફિલ્મ પૂરવાર થઈ શકે છે.
કેટરીના-વિકી કૌશલ પરણ્યા પછી લાંબો સમય અભિનંદન પાઠવ્યા નહતા પણ આખર બિગબોસ-15ની ગ્રાન્ડ ફાઈનલ વખતે કેટરીનાને મેસેજ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. ‘કેટરીના, શાદી મુબારક હો’, એ શોમાં શહેનાઝ ગીલે સલમાનને કહેલું કે, ‘સિંગલ જ્યાદા અચ્છે લગતે હો’, ત્યારે સલમાને કહેલું કે ‘હાં, જબ હો જાઉંતા તો જ્યાદા અચ્છા લગુંગા’ મતલબ કે પોતે હજુય સિંગલ નથી એવું કહી રહ્યો હતો. સલમાનના બનેવી આયુષ શર્માની ટિપ્પણી હતી કે, ‘કેટરીના અમારી ખૂબ નિકટની મિત્ર છે અને અમે તેને ઓલ ધ બેસ્ટ પાઠવીએ છીએ. ખેર! હવે સલમાન માટે ફરી નવા દિવસો શરૂ થયા છે. લોકોને કુતુહલ હશે કે કેટરીના પછી કોણ? કારણ કે તે ક્યારેય એકલો રહ્યો નથી. એક જાય તો બીજી. પણ આ વખતે કેટરીનાની જગ્યા ભરવી તેના માટે સરળ ન જ હશે. સલમાનને એવું હતું કે વગર લગ્ને કેટરીના તેની સાથે સમય વિતાવતી રહેશે. પણ એવું થયું નથી. ‘ટાઈગર-3’ રજૂ થાય ત્યાં સુધીમાં સલમાન કોઈ નવાજૂની કરશે?