આજે લગભગ તમામ ક્ષેત્રના અગ્રણીઓમાં કથની અને કરણીમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે.આજ બધું જોઈને બાળકો મોટાં થઈ રહ્યાં છે. ઉપરથી આધુનિકતાને કારણે બાળકો પાસે ચારે કોરથી માહિતીનો ધોધ વહી રહ્યો છે.ઘરમાં માતા-પિતા,શાળામાં શિક્ષકો કે ટ્રસ્ટીઓ, સમાજના કાર્યક્રમોમાં સમાજના આગેવાનો અને રાજનીતિ તો આ બધાની જનની બની બેઠી છે.સવારે કોઈ પક્ષના એક નેતા એકબીજાને સાંભળી પણ ન શકાય તેવા વહેણ બોલતા હોય તો સાંજ પડતા સુધીમાં તો બંને એકસાથે આવીને એક બીજાના વખાણ કરતાં થાકતાં નથી હોતા.
રાજનીતિ એ તો ધર્મને પણ બાકી નથી મૂક્યો.આવામાં તમે બાળકો કે યુવાનો પાસે શિસ્ત, આજ્ઞાકારી, ઈમાનદાર કે પછી બીજા જીવનના ઉચ્ચ આદર્શોની અપેક્ષા રાખશો તો એમાં તમને નિરાશાથી વધુ કંઈ જ પ્રાપ્ત થવાનું નથી.વિચારો વાંક આજની પેઢીના લોકોનો છે કે બની બેઠેલા આગેવાનો કે ઠેકેદરોનો.આજે પ્રગતિ કે રૂપિયા કમાવા, પદ કે હોદ્દો મેળવવા સામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવતા લોકો યુવાનો અને બાળકોને મહેનત ને ઈમાનદારીની વાતોનાં ભાષણો આપ્યા કરે છે તો કોઈ એમાંથી શી શીખ લેશે?
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
દર મહિને લાઇટ બીલ આપો
મોટા ભાગે દરેક વસ્તુની ચુકવણી દર મહિને કરવામાં આવે છે. પગાર દર મિહને, લોનના હપ્તા દર મહિને, સ્કુલની રીક્ષા ફી પણ આપણે ત્યાં લાઇટબીલ દર બે મહિને જ આવુ કેમ. બે મહિને આપવામાં આવતા લાઇટબીલ ગ્રાહકોને મોંઘા પડે છે. કારણ કે 50 યુનિટે વીજળી દર બદલાય ત્યારબાદ 100 યુનિટે 200 યુનિટે બદલાય છે. આના કારણે બે મહિને લાઇટબીલ આપવાથી વધી જતા યુનીટના કારણે લાઇટબીલ મોંઘા થાય છે. એટલે મોંઘવારીને ધ્યાનમાં લઇને ગ્રાહકોને દર મિહને લાઇટબીલ આપો તો ગ્રાહકને રાહત મળે.
દરેક વીજ કંપની એમજીવીસીએલ હોય કે ડીજીવીસીએલ, યુજીવીસીએલ કંપનીઓએ દર મહિને લાઇટબીલ આપવા જ જોઇએ અને બે મહિને જ લાઇટબીલ આપવા હોય તો કોના હિતમાં હોય છે. વીજ કંપનીએ દર મહિને જ લાઇટબીલ આપવું. પ્રીપેઇડ મીટર આવતા હજુ વાર લાગશે એટલે થોડુક પ્રજાલક્ષી બની દર મહિને લાઇટબીલ આપવા વિનંતી. ઉનાળામાં દ્વિમાસિક બીલ ખુબ મોટુ બની જતુ હોય છે. હજુ તમામ ચૂંટણી પતશે પછી તો લાઇટબીલના ભાવ આસમાને પહોંચી જશે.
વડોદરા – જયંતિભાઇ ઉ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.