Gujarat

કચ્છના જખૌ દરિયાકાંઠેથી એક કિલો બિનવારસી હેરોઈન જપ્ત

ગાંધીનગર: (Gandhinagar) કચ્છના જખૌ દરિયાકાઠેથી હેરોઈનના ત્રણ પેકેટ અંદાજે એક કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. બીએસએફના (BSF) સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છ- ભુજમાં (Bhuj) જખૌ દરિયા કિનારેથી લગભગ 12 કિલોમીટર દૂર લુનાબેટ પાસેથી શંકાસ્પદ માદક દ્રવ્યના ત્રણ પેકેટ અંદાજે એક કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

  • કચ્છના જખૌ દરિયાકાંઠેથી એક કિલો બિનવારસી હેરોઈન જપ્ત
  • બીએસએફને સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ પેકેટ હાથ લાગ્યાં: દરિયામાં તણાઈને આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન

આ ત્રણેય પેકેટ પ્લાસ્ટિકમાં પેકિંગ કરવામાં આવ્યા હતાં, તેના ઉપર 36 કોફીપેડ માઈલ્ડ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા આ પેકેટમાં હેરોઈન હોવાનું માલુમ પડ્યું છે. આ અગાઉ એપ્રિલ માસમાં જખૌ બીચ ઉપરથી ચરસના 29 પેકેટ, એમ્ફેટામાઇનના 2 પેકેટ અને હિરોઈનના 4 પેકેટ ઝડપાયા છે, બીએસએફ દ્વારા જખૌ દરિયાકાંઠે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આજે મળી આવેલા હેરોઈનના પેકેટ અંગે બીએસએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પેકેટ અગાઉ દરિયામાં ફેંકી દેવાયા હોવાથી, ધોવાઈને ભારતીય જળ સીમામાં, ભારતીય દરિયાકાંઠે આવ્યા હોવા જોઈએ. બીએસએફએ આ અંગે સઘન તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top