Comments

ન્યૂ ઈન્ડિયાના ભારતનું કાશ્મીરીકરણ

ચાર વર્ષ પહેલાં, જ્યારે કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી (કેટલો અલગ સમય હતો- CAA, ખેડૂતોના વિરોધ પહેલાંનો) ત્યારે કટારલેખક પ્રતાપ ભાનુ મહેતાએ લખ્યું હતું કે ‘‘ભાજપ વિચારે છે કે કાશ્મીરનું ભારતીયકરણ થશે પણ, તેના બદલે આપણે ભારતનું કાશ્મીરીકરણ થતાં જોઈશું. લોહી અને લાલસાથી લખાયેલી ભારતની લોકશાહી.’ મૂળ કાશ્મીરીઓને બહાર ધકેલી કાશ્મીરનું ભારતીયકરણ થયું છે. 2 વર્ષ પહેલાં મેં એક પુસ્તક લખ્યું હતું, જેમાં મનોજ સિન્હાના નેતૃત્વમાં કાશ્મીરની ઉચ્ચ અમલદારશાહી કોણ ચલાવી રહ્યું હતું તે વિશે માહિતી બહાર કાઢી હતી.

ગૃહ અને આવક: શાલીન કાબરા; નાણાં: અરુણ કુમાર મહેતા; સામાન્ય વહીવટ, ઉદ્યોગો અને વાણિજ્ય: મનોજકુમાર દ્વિવેદી; કાયદો, ન્યાય અને સંસદીય બાબતો: અચલ સેઠી; કૃષિ અને સહકારી: નવીનકુમાર ચૌધરી; પરિવહન: હિરદેશ કુમાર; જાહેર કાર્યો: શૈલેન્દર કુમાર; એસ્ટેટ: એમ. રાજુ; વિજ્ઞાન અને ટેકનોલોજી અને સમાજ કલ્યાણ: બિપુલ પાઠક; માહિતી અને જનસંપર્ક: રોહિત કંસલ; શ્રમ અને રોજગાર: સૌરભ ભગત; હાઉસિંગ અને શહેરી વિકાસ: ધીરજ ગુપ્તા; ખોરાક, નાગરિક પુરવઠો, ગ્રાહક બાબતો, માહિતી ટેકનોલોજી: સિમરનદીપ સિંહ; આતિથ્ય અને પ્રોટોકોલ: ઈન્દુ કંવલ ચિબ; શિક્ષણ: વિશ્વજીત કુમાર સિંહ; ફોરેસ્ટ, પર્યાવરણ અને ઇકોલોજી: સરિતા ચૌહાણ. આદિવાસી બાબતો (કાશ્મીરીઓને સોંપવામાં આવી હતી): રેહાના બતુલ; ફ્લોરીકલ્ચર, બગીચા અને ઉદ્યાનો: શેખ ફયાઝ અહમદ; આરોગ્ય અને તબીબી શિક્ષણ: અટલ યરસ દુલ્લુ; સ્ટેશનરી અને પુરવઠો: અબ્દુલ મજીદ ભટ; ગ્રામીણ વિકાસ: કાઝી સરવર; નાગરિક ઉડ્ડયન: રૂખસાના ગની; સંસ્કૃતિ: સરમદ હાફીઝ; મત્સ્યોદ્યોગ: બશીર અહમદ ભટ અને બાગાયત: એજાઝ અહમદ ભટ.

આ કૉલમ માટે, 2019નાં 4 વર્ષ પછી હું એ જ વેબસાઇટ પર ફરી ગયો અને આ નામો હતાં- અરુણકુમાર મહેતા, અચલ સેઠી, સંતોષ વૈદ્ય, રાજીવરાય ભટનાગર, પીયૂષ સિંગલ વગેરે. હવે તમે તાગ મેળવો. અલબત્ત, મીડિયાનાં થોડા ઘણાં લોકો સિવાય બહારનાં બહુ ઓછાં લોકો આ બાબતે ટિપ્પણી કરવામાં આવી અથવા તો તેની જાણ પણ હતી. જ્યારે 2021માં સિવિલ સોસાયટીના પ્રતિનિધિમંડળના એક કાશ્મીરી વ્યક્તિએ કહ્યું કે ‘તેને કાશ્મીર બહારનાં અધિકારીઓ પાસેથી કોઈ અપેક્ષા નથી’ ત્યારે આ નિવેદનથી ગુસ્સે થઈ ગાંદરબલના ડેપ્યુટી કમિશનર કૃતિકા જ્યોત્સ્નાના આદેશ પર તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

જ્યારે જુલાઈ 2021માં મેં તપાસ કરી હતી, ત્યારે ચૂંટણી વિભાગની ceojammukashmir.nic.in એક નકામી વેબસાઈટ હતી જેમાં બ્રાઉઝરએ ચેતવણી આપી હતી. ‘આ વેબસાઇટ તમારી વ્યક્તિગત કે નાણાંકીય જાણકારી ચોરી કરવા માટે નકલી ceojammukashmir.nic.in હોઈ શકે છે.’ આજે, ઓગસ્ટ 2023માં પણ આ અને ન તો કાશ્મીરના ગૃહ વિભાગની વેબસાઇટ ચાલુ છે. https://www.jkhome.nic.in, પર એક એરર જોવા મળશે કે ‘આ કનેક્શન પ્રાઈવેટ નથી’. ત્યાં શું ચાલી રહ્યું છે તેની તપાસ કરવાની તસદી લેતા પત્રકારો માટે સુશાસનના વધુ દાખલાઓ મળી રહેશે.

મહેતાએ કહ્યું હતું તેમ ભારતનું કાશ્મીરીકરણ થયું. તેના એક હિસ્સામાં નફરત છે અને બીજા હિસ્સો એ તેનો ઉકેલ પણ બતાવ્યો. ભલે લોકશાહી મજબૂત નથી, શાસન કરવું મુશ્કેલ છે, પરંતુ તેમની ઇચ્છા છે, જે ઘણી વાર નથી હોતી. નિયમોનું પાલન અને કાયદાનું શાસન લાગુ કરવું સુશાસન માટે જરૂરી છે અને સૌથી કાબેલ સરકાર માટે પણ આ કરવું સહેલું નથી, જ્યારે શાસન ચાલતું નથી ત્યારે શું થાય છે, લોકશાહી છીનવાઈ જાય છે, જે કાશ્મીરમાં થયું હતું.

મણિપુર અથવા ગુરુગ્રામ કે ઉત્તર પ્રદેશ લો. કેસોની કાર્યવાહી કરવી મુશ્કેલ છે કારણ કે ત્યાં દોષિત કરતા નિર્દોષ વધારે જાહેર કરવામાં આવે છે. એથી ન્યાયપ્રણાલીની બહારનાં લોકોને સજા કરવી વધુ સરળ છે. તેથી જ હવે કોર્ટ કરતાં બુલડોઝરને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં, આરોપીને ઘણી વાર ઘૂંટણિયે પાડવામાં આવે છે, એટલે કે પગમાં ગોળી મારવામાં આવે છે અને આને ન્યાયના જ સ્વરૂપ તરીકે બતાવવામાં આવે છે. જે સિક્યોર્ટી માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા તે જ આરોપીને કસ્ટડીમાં ગોળી મારી દેવામાં આવે છે. ન્યૂ ઈન્ડિયામાં આ જ કાયદાનું શાસન છે, પરંતુ કાશ્મીરીઓ આના માટે લાંબા સમયથી ટેવાયેલાં છે.

દુનિયામાં લોકશાહીની જનની હોવાનો દાવો કરતો દેશ સૌથી વધુ ઈન્ટરનેટ શટડાઉન ધરાવતો દેશ પણ છે અને છેલ્લાં 6 વર્ષથી આ બાબતે ટોચ પર છે. 2014માં જ્યાં માત્ર 6 વાર ઈન્ટરનેટ બંધ થયાં હતાં. હવે તેની સંખ્યા 100ને પાર કરી ગઈ છે. સુપ્રિમ કોર્ટે ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે, પરંતુ સરકાર દ્વારા નાગરિકોને ઈન્ટરનેટની સરળ ઉપલબ્ધિ એ મજાક માત્ર છે. આવા તો ઘણા દાખલા છે કે સરકારની આળસ અને બિનકાર્યક્ષમતા વિડિયો મારફતે સામે આવે છે, પરંતુ સરકાર નથી ઈચ્છતી કે તમે કે કોર્ટ આવા વિડિયો જુએ. સરકાર માટે ઈન્ટરનેટ પ્રતિબંધ એ સમસ્યાનો ઉકેલ છે.

કાશ્મીરે પણ આ મામલે ઉદાહરણરૂપ છે અને, તે ઈન્ટરનેટ પ્રતિબંધ મોડેલનો મણિપુર, હરિયાણાનાં લોકો ભોગ બની રહ્યાં છે. કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરમાં 17 મહિના માટે ઈન્ટરનેટ બંધ હતું (કોવિડ દરમિયાન કાશ્મીરી બાળકો જ ઓનલાઈન શિક્ષણથી વંચિત હતાં). પરંતુ આપણે તેની સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે તેમની સમસ્યા છે. બીજી બાજુ સંસદમાંથી તમારા પ્રતિસ્પર્ધી પર પ્રતિબંધ મૂકવો એ લોકતાંત્રિક વિરોધને ડામવાનો સૌથી અસરકારક માર્ગ માનવામાં આવે છે અને પછી લોકસભામાં ચર્ચા ટાળવી એ લોકશાહી પ્રક્રિયાને અનુસરવા કરતાં વધુ સરળ છે.

શું તમે કલ્પના કરી શકો છો કે જો બ્રિટિશ વડા પ્રધાન આપણા પ્રિય ઋષિ સુનક, કોઈ પણ બાબતમાં સવાલો પર ચર્ચા ટાળે તો શું થશે. સમગ્ર કેન્દ્રના સંઘીય માળખાને કચડી નાખવાનું કે આવી સ્થિતિ વિશે વિચારવું પણ અશક્ય છે, પરંતુ આપણા દેશમાં તેને ખૂબ જ બેદરકારીથી સ્વીકારવામાં આવે છે અને સામાન્ય માનવામાં આવે છે. આખરે શા માટે વડા પ્રધાને પોતાના કામ માટે સંસદને જવાબ આપવો જોઈએ? આ બધાની સૌથી મજાની વાત એ છે કે આટલા જલદી આપણા પર અસર પડી છતાં કોઈનું ધ્યાન ગયું નહીં. આપણે ડોળ કર્યો અને માન્યું જાણે કંઈ થયું નથી. કોઈ પણ એ સમજાવતું નથી કે ‘ન્યૂ ઈન્ડિયા’ શા માટે ‘ન્યૂ’ છે, પરંતુ તેમ છતાં તેના કેટલાક નિયમો છે, જે સરકારે પોતાના માટે ઘડ્યા છે અને તેનો ઉપયોગ કરે છે. કાશ્મીરીઓ જેના સૌ પ્રથમ સાક્ષી બન્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top