World

જમ્મુમાં રાહુલ ભટ્ટની હત્યા મામલે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન, પિતાની તપાસની માંગ

જમ્મુ: જમ્મુ(Jmmu)માં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ(Rahul Bhatt)ની હત્યા(Murder) બાદ વિરોધ(Protest) શરુ થઇ ગયો છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા સામે જમ્મુ અને કાશ્મીરના બડગામમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલના પિતાએ આ મામલે તપાસની માંગ કરી છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી હતી. જે બાદ આજે (શુક્રવારે) બડગામમાં કાશ્મીરી પંડિતો પ્રદર્શન કર્યું હતું . ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં ભાજપે જમ્મુમાં પ્રદર્શન કર્યું હતું.

હત્યા મામલે પિતાની તપાસની માંગ
મૃતક કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટના પિતાએ આ ઘટના મામલે તપાસની માંગ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના પુત્રની હત્યા કાવતરા રચી દ્વારા કરવામાં આવી છે. 100થી વધુ લોકો હાજર હોય તેવી ઓફિસમાં જ રાહુલની હત્યા શા માટે કરવામાં આવી? આ દરમિયાન પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ મહેબૂબા મુફ્તીએ બડગામ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તેણે પોતે આ અંગે માહિતી આપી હતી.

રાહુલ ભટ્ટની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની પત્નીએ આરોપ લગાવ્યો છે કે ધમકી મળી હોવા છતાં તેના પતિને સુરક્ષા આપવામાં આવી નથી. હત્યાના 10 મિનિટ પહેલા તેણે રાહુલ સાથે વાત કરી હતી. તેની સાથે કોઈ સુરક્ષાકર્મી ન હતા. જ્યારે તે જતો ત્યારે રસ્તામાં બધા તેને સલામ કરતા. તેમને કહેવામાં આવ્યું હતું કે બડગામ તેમના વિના અધૂરું છે, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી.

કાશ્મીરી પંડિતોની સુરક્ષાની માંગ
ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ રાહુલ ભટ્ટની ચદૂરા નગરમાં તહેસીલ ઓફિસની અંદર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાહુલ ભટ્ટને 2010-11માં પ્રવાસીઓ માટેના વિશેષ આયોજન પેકેજ હેઠળ સરકારી નોકરી મળી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના વીરવાન સ્થિત પંડિત કોલોનીમાં કાશ્મીરી પંડિતો પણ એકઠા થયા હતા. તેમણે ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિતોને ન્યાય અને સુરક્ષાની માંગ કરી હતી.

પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળી મારી હતી
શુક્રવારે પુલવામામાં પણ આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એસપીઓને તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં તેઓ શહીદ થયા હતા.

સંજય રાઉતની કેન્દ્રને સલાહ
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી પણ કાશ્મીરી પંડિતો ત્યાં પાછા ફરી શકતા નથી. કાશ્મીર પરત ફરતા પંડિતો સુરક્ષિત નથી. કેન્દ્ર સરકારે આકરા નિર્ણયો લેવા પડશે.

Most Popular

To Top