સાચે જ ધરતી પરનું સ્વર્ગ છે. દાલ લેક હોય કે ત્યાંના બગીચાઓ અદભુત અને આહલાદક. પહલગામની એબીસી વેલી, મીની સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર મનમોહક અને આકર્ષક. સોનમર્ગ અને ગુલમર્ગમાં બરફની ચાદર પાથરીને ધરતી આપણું હૃદય જીતી લે. શ્રીનગરનો લાલચોક વિસ્તાર દિલમાં દેશભક્તિનો જોશ ભરી દે. લાલ અને મીઠા સફરજનના બગીચા, કેસરનાં ખેતરો આ બધું જ રોમાંચથી ભરી દે. પહાડો પર સાંકડા રસ્તાઓ તો કયાંય પહાડોને ભેદીને નીકળતી ટનલો અદભુત એન્જીન્યરીંગનો પુરાવો આપે. ડગલેને પગલે ખડે પગે રહેતા આપણા જવાનો. સાચે જ તેમની ફરજ, કર્તવ્યનિષ્ઠા અને દેશભકિતને વંદન છે. વંદન છે એમની માતા અને એમના પરિવારજનોને. દરેક પરિસ્થિતિમાં દેશ અને દેશવાસીઓની સેવા કરનારા આ જવાનો જ સાચા દેશભક્ત છે. કશ્મીરનાં લોકો પણ એટલા જ સારા સ્વભાવના. પર્યટકો સાથે સંપૂર્ણપણે મિત્રતા ભાવ રાખે. એમની મીઠી બોલી આપણું મન જીતી લે. જીવનમાં એકવાર કશ્મીર જરૂર જવું જ જોઈએ.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘આ તે કેવો વિરોધાભાસ?’
છેલ્લાં કેટલાક સમયથી બધા જ લોકોને અનુભવ થઈ રહ્યો છે કે ગામડાઓ ખાલી થતા જાય. સરકારી શાળા બંધ થાય, શહેરીકરણના લીધે પ્રદૂષણ વધતુ જાય, આવકની અસમાનતામાં વધારો થાય, મોંઘવારી, બેરોજગારીમાં સતત વધારો, કોન્ટ્રાક્ટ પ્રથા દરેક ક્ષેત્રોમાં, આત્મહત્યા, મહિલાઓ પર રેપના કિસ્સા, ગુનાખોરી, અપરાધીકરણ, બનાવટ, છેતરપીંડી, અંધશ્રદ્ધા, શિક્ષણનું વ્યાપારીકરણ, તબીબી સેવાના લાભાર્થી ઓ માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી પણ સરકારી સિવિલ, કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલની સેવાઓ અદ્યતન બનાવવાની ખાસ જરૂર છે કે જેથી આ બધી યોજનાની જરૂર ન પડે.
વાંચન, માનવતા, સાચુ માર્ગદર્શન, લેખન, વિશેનો રસ ઘટ્યો. પરીક્ષામાં પૂછવામાં આવે તે જ પ્રશ્નો તૈયાર કરવાનું. જ્ઞાતિ અને કોમવાદ ભેદભાવ યથાવત, આત્મકથા લખવાનું ઘટ્યું અને E-Bookનું ચલણ વધ્યું, બધું જ ઓનલાઇન. આ સાથે બીજા ઘણા બધા સુધારા અને પરિવર્તન આવ્યુ પણ સંબંધો ઓછા થતા ગયા અને વિકાસ ઝડપભેર થતો જોવા મળી રહ્યો હોઈ ત્યારે કહેવાનું મન થાય કે “યહ હૈ નયા ભારત”
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.