સુરત : કપરાડા (Kaprada) પોલીસે જૂની આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીકથી પસાર થતી ટ્રકમાંથી (Truck) પાસ પરમીટ વગર ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતી 10 ગાય અને 1 બળદને બચાવી ચાલક સહિત બે ઇસમોની ધરપકડ કરી હતી. કપરાડા પોલીસ (Police) મથકને કન્ટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે ગાયો ભરેલી એક ટ્રક કપરાડા તરફ આવે છે, જેના પગલે કપરાડા જૂની આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, તે સમયે ગૌરક્ષક વલ્લભભાઈ રામજીભાઇ આવી પહોંચ્યા હતા. દરમિયાન બાતમીવાળી ટ્રક એમ એચ. 12 ઈ.એફ 4399 આવતા તેને અટકાવી તપાસ કરતા ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ભરેલી 10 ગાય અને 1 બળદ મળી આવ્યા હતા.
રિયાદ નોધાવતા પોલીસે બંનેની અટક કરી હતી
પોલીસે ચાલક પાસે પાસ પરમીટની માગણી કરતા તે નહીં હોવાનું જણાવતા પોલીસના અનર્મ પો.કો. રમેશ ભોયાએ ટ્રક ચાલક રાજેન્દ્ર રબાજી રહાની (રહે. ચનનાપૂરા, સંગમ નેર મહારાષ્ટ્ર) અને રાજેન્દ્ર વિઠ્ઠલભાઈ રાહદે (રહે.ચનનાંપૂરા, સંગમ નેર મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોધાવતા પોલીસે બંનેની અટક કરી હતી. પોલીસની પૂછપરછમાં પકડાયેલા ઈસમોએ ગાય સલીમ હાસમ પઠાણ (રહે.ધરમપુર) પાસેથી ખરીદી હોવાનું જણાવ્યુ હતુ. અને પોતાના તબેલામાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું.
ઇ-સિગારેટનું વેચાણ કરનાર યુવક દમણથી ઝડપાયો
દમણ : સંઘપ્રદેશ દમણ પોલીસે ગેરકાયદે ઈ-સિગારેટનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ઈ-સિગારેટની સાથે હુક્કા તથા અન્ય માલસામગ્રીને પણ કબ્જે કરવાની કાર્યવાહી કરી છે.નાની દમણ પોલીસને બાતમી મળી કે, દમણના દુબઈ માર્કેટની દુકાન નં. 34 માં ગેરકાયદે ઈલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમી મળતાં દમણ પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમના ઈન્સ્પેક્ટર દિપક ટંડેલે દુકાન પર છાપો માર્યો હતો.
ઈલેક્ટ્રોનિક સિગારેટની કલમ 2019 હેઠળ ગુનો દાખલ
દુકાનમાંથી 10 નંગ ગેરકાયદે ઈ-સિગારેટ, 4 પેકેટ ફ્લેવર મોલસ્સેસ હુક્કા, 22 ડબ્બા હુક્કાના ફ્લેવર, 27 પેકેટ ફિલ્ટર પાઈપ, 13 નંગ હુક્કા પોટ, 24 નંગ હુક્કા પાઈપ, 2 નંગ હુક્કા ઈસ્ટિક પિકો તથા 10 નંગ હુક્કા ફોઈલ પેપર જેવી સામગ્રીને કબ્જે કરવાની કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક સિગારેટની કલમ 2019 હેઠળ ગુનો દાખલ કરી શ્રવણસિંગ ગુમાનસિંહ પુરોહિત (ઉ.25, રહે. બરુડીયા શેરી, નાની દમણ)ની ધરપકડ કરી જેલમાં ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.