અમદાવાદ : કર્ણાવતી ટ્રેન 31 માર્ચ સુધી મુંબઈ સેન્ટ્રલના બદલે બાંદ્રા ટર્મિનસ પરથી ઉપડશે.
ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસ 08 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી મુંબઈ સેન્ટ્રલના બદલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 13:55 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે ટ્રેન નંબર 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ પણ આ સમયગાળા દરમિયાન મુંબઈ સેન્ટ્રલના બદલે બાંદ્રા ટર્મિનસ પર જ બપોરે 12:30 કલાકે સમાપ્ત થશે.
ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર સિવાય માર્ગમાં આવતા અન્ય તમામ સ્ટેશનો પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમય યથાવત રહેશે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા કર્ણાવતી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેર કાર કોચ ઉમેરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ–વટવા અને 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસમાં 08 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી એક વધારાનો એસી ચેર કાર કોચ જોડવામાં આવશે. આ બદલાવ બાદ કર્ણાવતી એક્સપ્રેસ હવે કુલ 22 એલએચબી કોચ સાથે દોડશે.