નવી દિલ્હી : કર્ણાટકમાં (Karnataka) આઈફોનની (iPhone) ડિલિવરી બોયની (Delivery Boy) હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. એટલુંજ નહિ હત્યા બાદ તેની લાસને પણ ત્રણ-ત્રણ દિવસો સુધી ઘરમાં રાખવામાં આવી હતી. 20 વર્ષીય મૃતક યુવકની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે ખરીદનાર માસે પૈસા ન હતા જેથી તેને ડીલેવરી બોયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અંતે તેની લાસને સ્કૂટી ઉપર લઇ જઈ ઠેકાણે પાડવા જતા તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો અને ત્યારબાદ તપાસને અંતે આખો ગુનો ઉકેલાઈ ગયો હતો. હત્યારો પકડાઈ ગયો હતો. પોલીસે હત્યારાની ધરપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે.
શું હતો હત્યાનો આખો મામલો,અને કેવી રીતે આપ્યો હતો અંજામ
આરોપી હેમંત દત્તા મોબાઈલ ખરીદવા માંગતો હતો પરંતુ તેની પાસે પૈસા નહોતા. આ માટે આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો. તેણે સૌથી પહેલા ફ્લિપકાર્ટ પરથી iPhone મંગાવ્યો. 7 ફેબ્રુઆરીએ જ્યારે 20 વર્ષીય ડિલિવરી બોય મોબાઈલની ડિલિવરી કરવા આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને રાહ જોવાનું કહ્યું હતું, થોડા સમય બાદ હેમંતે તેને અંદર બોલાવી તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીના રોજ અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીકથી પોલીસ દ્વારા મળી આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજમાંથી આરોપી ઝડપાયો
હત્યાના ત્રણ દિવસ બાદ મૃતકના ભાઈ મંજુ નાઈકે પોલીસ સ્ટેશનમાં હેમંત નાઈકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા આરોપી પેટ્રોલ પંપ પરથી બોટલમાં પેટ્રોલ ખરીદતો પણ જોવા મળ્યો હતો.
46 હજારની કિંમતનો મોબાઈલ ફોન હતો
ઘટના અંગે પોલીસે માહિતી આપી હતી કે આરોપીએ સેકન્ડ હેન્ડ આઈફોન ઓનલાઈન મંગાવ્યો હતો, જેની કિંમત 46,000 રૂપિયા હતી. ઈ-કાર્ટના ડિલિવરી બોય હેમંત નાઈકને આ ઓર્ડર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઇ-કાર્ટ ફ્લિપકાર્ટની પેરેન્ટ કંપની છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પૈસા આપ્યા વગર મોબાઈલ લઈને રૂમની અંદર ગયો હતો. નાઈક પૈસા માટે દરવાજા પર રાહ જોતો હતો પરંતુ હેમંત દત્તાએ તેને બહાને ઘરની અંદર બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી. હત્યા બાદ જ્યારે આરોપીને કંઈ સમજ ન પડી તો તેણે ત્રણ દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખ્યો હતો.