કર્ણાટક : કર્ણાટકમાં (Karnataka) એક સ્કૂલ મેનેજમેન્ટ (School Management) સામે રાજદ્રોહનો (treason) કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એક નાટક દરમિયાન વડા પ્રધાન વિરુદ્ધ અસંસદીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના ફેસલામાં કર્ણાટક હાઈકોર્ટે (High Court) કહ્યું હતું કે વડા પ્રધાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા અસંસદીય શબ્દો અપમાનજનક છે. પરંતુ તે રાજદ્રોહ સમાન નથી.
કર્ણાટક હાઈકોર્ટની કલબુર્ગી બેંચના જસ્ટિસ હેમંત ચંદનગૌદારે (Hemant Chandangaudare) શાહીન સ્કૂલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ અલાઉદ્દીન, અબ્દુલ ખાલિક, મોહમ્મદ બિલાલ ઈનામદાર અને મોહમ્મદ મહેતાબ વિરુદ્ધ બિદરના ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી હતી.
શાળામાં નાટકમાં પીએમ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ
ખરેખર વાત એમ છે કે કર્ણાટકના બીદરમાં આવેલ શાહીન શાળાના વર્ગ 4 ધોરણ 5 ના વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિરુદ્ધ નાટકનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે આ નાટકમાં પીએમ મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે સ્કુલના વિદ્યાર્થીઓની પુછપરછ કરી હતી. આ મામલે પોલીસે સ્કુલના મેનેજમેન્ટ અને બે લોકો સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
IPCની કલમ 153 (a) અમલમાં આવી નથી : હાઈકોર્ટ
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ કેસમાં દાખલ કરવામાં આવેલી IPCની કલમ 153 (a) (ધાર્મિક જૂથો વચ્ચે વિસંગતતાનું કારણ બને છે) અમલમાં આવી નથી. જસ્ટિસ ચંદનગૌદારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સરકારની નીતિઓની રચનાત્મક ટીકા કરવા માટે મંજૂરી છે, પરંતુ નીતિગત નિર્ણયો લેવા માટે બંધારણીય કાર્યકર્તાઓનો અનાદર કરી શકાતો નથી જેને લોકોના ચોક્કસ વર્ગ તરફથી વાંધો હોઈ શકે છે.
આ સાથે બાળકો દ્બારા ભજવામાં આવેલ નાટકમાં સરકારના અનેક કાયદાઓની ટીકા પણ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં કહ્યું હતું કે જો આવા કાયદા લાગુ કરવામાં આવે તો મુસ્લિમોને દેશ છોડવો પડી શકે છે. શાળા પરિસરમાં નાટકનું મંચન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે લોકોને આ નાટક વિશે ત્યારે ખબર પડી જ્યારે એક આરોપીએ આ નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.