National

કર્ણાટકના CM સિદ્ધારમૈયા ફરી વિવાદમાં સપડાયા, વીડિયો વાયરલ થતાં ભાજપે કહ્યું- રાષ્ટ્રધ્વજનું…

કર્ણાટકઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફરી વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કોંગ્રેસનો એક કાર્યકર હાથમાં ત્રિરંગો પકડીને કર્ણાટકના સીએમના પગમાંથી જૂતા હટાવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસને દેશ માટે કોઈ સન્માન નથી અને રાષ્ટ્રધ્વજનું પણ સન્માન નથી કરતું.

સીએમ સિદ્ધારમૈયા બુધવારે સવારે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા ગાંધી ભવન પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક કાર્યકર સિદ્ધારમૈયાને પગરખાં ઉતારવામાં મદદ કરતો જોવા મળે છે. દરમિયાન કાર્યકરના હાથમાં ત્રિરંગો ધ્વજ છે અને તે જમીન પર અથડાઈ રહ્યો છે. આ જોઈને અન્ય વ્યક્તિએ કાર્યકરના હાથમાંથી ધ્વજ હટાવીને પોતાના હાથમાં લઈ લીધો હતો.

દરમિયાન જ્યારે સીએમ સિદ્ધારમૈયા ગાંધી જયંતિની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે એક નાની આગની ઘટના બની હતી. સીએમના શર્ટમાં આગ લાગી. જોકે, સુરક્ષાકર્મીઓએ તેને જોઈને તરત જ તેને બુઝાવી દીધી હતી. કોઈને ઈજા થઈ નથી.

સિદ્ધારમૈયા MUDA પ્લોટને લઈને વિવાદમાં આવ્યા હતા
અગાઉ કર્ણાટકમાં MUDA પ્લોટ કૌભાંડને લઈને વિવાદ ઊભો થયો હતો અને સિદ્ધારમૈયાએ તેમની પત્નીના નામે ફાળવેલ પ્લોટ પરત કરવો પડ્યો હતો. EDએ MUDA કૌભાંડ કેસમાં CM સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે મારી પત્ની પાર્વતીએ MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર તરીકે આપવામાં આવેલ પ્લોટ કોઈપણ જમીન સંપાદન કર્યા વિના પરત કરી દીધા છે. સીએમએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ રાજકીય બદલો લેવાના ભાગરૂપે મારા પર ખોટા આરોપો લગાવીને મારા પરિવારને વિવાદમાં ઘસડી દીધો છે અને રાજ્યની જનતા આ વાતથી વાકેફ છે.

Most Popular

To Top