National

કર્ણાટક: કારતક માસના પર્વની ઉજવણી દરમિયાન શ્રી વીરભદ્રેશ્વર મંદિરનો રથ ભક્તો પર પડ્યો

કર્ણાટકઃ કર્ણાટકના (Karnataka) ચામરાજનગર (Chamrajnagar) જિલ્લામાં મંગળવારે સવારે શ્રી વીરભદ્રેશ્વર મંદિરનો (Sri Veerbhadreshwar Temple) રથ (Rath) પલટીને કારતક માસની ઉજવણી કરી રહેલા લોકો પર પડ્યો હતો. સદનસીબે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. કહી શકાય કે મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં મામલો ચન્નપ્પનપુરા ગામનો છે. જ્યાં લોકોએ વીરભદ્રેશ્વર મંદિરે રથ સાથે શોભાયાત્રા કાઢીને કારતક માસના પર્વની ઉજવણી કરી હતી. ત્યારે અચાનક મંદિર પરિસરમાં રથનો એક ભાગ ભક્તોની ભીડ પર પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આ ઘટનાનો એક વીડિયો અને ફોટોસ સામે આવ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા શનિવારે કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આખલાની દોડ સ્પર્ધા દરમિયાન અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. શિવમોગાના બે અલગ-અલગ ગામોમાં આ અકસ્માતો થયા હતા. શિકારીપુરાના ગામા ગામમાં આખલાની દોડ સ્પર્ધા દરમિયાન એક બેકાબૂ આખલાએ એક વ્યક્તિને ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું.

ત્યારે આવી જ એક ઘટના સોરાબા તાલુકામાં બની હતી. સોરાબા તાલુકાના જેડ ગામમાં બળદની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું હતું. નોંધનીય છે કે બળદની રેસ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આયોજિત પરંપરાગત તહેવાર છે, જેને હોરી હબ્બા તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન, સ્થાનિક લોકો તેમના બળદને શણગારે છે અને તેમને દોડ સ્પર્ધામાં લાવે છે. આ અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોની ઓળખ શિકારીપુરાના ગામા ગામના પ્રશાંત (36) અને સોરાબા તાલુકાના જેડે ગામના આદી (20) તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાથી મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં 190થી વધુ લોકોના મોત નિપજ્યાં હતો. મંગળવારે વડાપ્રધાન મોદી મોરબીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. મોરબીનો (Morbi) રાજાશાહી વખતનો ઝૂલતો પુલ (Suspension Bridge) તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં (River) ખાબક્યા હતા. આ ઘટના દેશભરમાં ગાજી રહી છે. ત્યારે મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચિત કરી હતી.આ મામલે અન્ય અધિકારીઓ તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે.

Most Popular

To Top