National

કર્ણાટકમાં કાંટે કી ટક્કર: એક્ઝિટ પોલ્સના વરતારા

નવી દિલ્હી : સાપ, નાલાયક, બજરંગ દળ પર પ્રતિબંધ જેવા ચૂંટણી (Election) પ્રોપેગેન્ડા સમાપ્ત થયા. કર્ણાટકની (Karnatak) 224 બેઠકો પર મતદાન પણ પૂર્ણ થયું. 69 ટકા મતદાન (Voting) થયું, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે ત્યારે કેટલાંક એક્ઝિટ પોલ (Exit poll) સામે આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નજીકનો મુકાબલો દેખાઈ રહ્યો છે જ્યારે કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરાઈ છે. અન્ય કેટલાંક એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે.

9 પોલ્સમાં 3માં કોંગ્રેસની સરકાર બની રહી છે. 5 સર્વેમાં તે સૌથી મોટી પાર્ટી છે અને બહુમતીના આંકડાથી 5થી 10 બેઠકો દૂર. 1 પોલ ભાજપને બહુમતીમાં દેખાડી રહ્યો છે જ્યારે 4 સર્વેમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરાઈ છે. જેડીએસને 21થી 33 બેઠક સાથે 4 એક્ઝિટ પોલ કિંગમેકર કહી રહ્યા છે, એટલે વર્ષ 2018ની જેમ ફરીથી જેડીએસ વગર કોંગ્રેસ અથવા ભાજપની સરકાર નહીં બનશે.

વિવિધ એક્ઝિટ પોલના સર્વે:
કુલ બેઠક: 224

એક્ઝિટ પોલ કોંગ્રેસ ભાજપ જેડી (એસ) અન્ય
એબીપી નયૂઝ સી-વોટર 100-112 83-95 21-29 3
રિપબ્લીક ટીવી-પી માર્ક્યુ 94-108 85-100 24-32 2-6
ઈન્ડિયા ટીવી-સીએનએક્સ 110-120 80-90 20-24
ટીવી-9 ભારતવર્ષ-પોલ્સ્ટાર્ટ 99-109 88-98 21-26 0-4
ઝી ન્યૂઝ-માટ્રીઝ એજેન્સી 103-118 79-94 25-33 0
ન્યૂઝ નેશન-સીજીએસ 114 86 21 3
સુવર્ણ ન્યૂઝ-જન કી બાત 91-106 94-117 14-24 0-2
ટાઈમ્સ નાઉ-ઈટીજી 113 85 23 3
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા 122-140 62-80 20-25 0
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય 120 92 12 0
સરેરાશ 107 92 20 5

આ તમામ સર્વેમાં સૌથી મોટું સર્વે ઝી-ન્યૂઝ-મેટ્રીજનો હતો જેણે 224 બેઠકો પર 3.36 લાખ લોકોને પ્રશ્ન કર્યા હતા. દરેક બેઠક પર 1500 લોકો સાથે વાત કરવામાં આવી હતી. વર્ષ 2018માં 6 મોટા એક્ઝિટ પોલમાંથી 4માં ભાજપને સૌથી મોટો પક્ષ જણાવવામાં આવ્યો હતો અને તે વાત સાચી પડી હતી.

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો હતો જ્યારે કોંગ્રેસે 80 અને જેડી (એસ) 37 બેઠક મેળવી હતી. ત્યારે કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધને સરકાર બનાવી હતી પણ 14 મહિનામાં સત્તાધીશ પક્ષના 17 ધારાસભ્યોએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જેના પગલે ભાજપની સરકાર બની હતી. છેલ્લા 5 વર્ષમાં કર્ણાટકે 2 સરકારો અને 3 મુખ્યમંત્રી જોયા હતા.

Most Popular

To Top