શરીર રોગોનું ઘર નહીં બને એ માટે હવે સુરતીઓ હેલ્થને લઈને ખાસ્સા જાગૃત થયા છે. લોકોની લાઈફ સ્ટાઇલ ખાસ્સી બદલાઈ છે. જંકફૂડ અને ફાસ્ટ ફૂડના લોકો આદિ થઈ ગયા છે. બેઠાડા ઓફિસ વર્કથી બોડી ચરબીનું થર બનવાનો ડર સતાવે છે. એવામાં લોકો બોડીને ફિટ રાખવા માટે યોગ અને જિમ અને સ્પોર્ટ્સ તરફ વળ્યા છે. આ બધા વચ્ચે સુરતમાં એવા પણ લોકો જોવા મળી રહ્યાા છે જેમનું મેઇન પ્રોફેશન તો બીજું છે પણ તેમણે શોખ ખાતર કે શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવવા વર્ક આઉટ શરૂ કર્યું. જેમ-જેમ તેઓ વિવિધ સ્પોર્ટ્સમાં પાવરધા થતા ગયા તેમ-તેમ તેમણે પસંદગીના સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ-વિદેશમાં સુરતનું નામ ગુંજતું કર્યું છે. આપણે એવા જ કેટલાક સ્પોર્ટ્સ સીતારાઓને અહીં મળીએ જેવો બીજી ફિલ્ડના કર્મવીર હોવા છતાં સ્પોર્ટ્સમાં સ્ટાર બન્યા છે. તેમણે પોતાના માટે બ્રેડ-બટર બનેલી ફિલ્ડ ઉપરાંત સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કેમ ઝંપલાવ્યું? શું તેમની ચાહ અગણિત મેડલ મેળવી દેશના શૉ કેસને સજાવવાનું છે? તેમના ફર્સ્ટ પ્રોફેશનમાં જ રહેવું છે કે સ્પીર્ટ્સમાં નામ રોશન કરતા જવું છે? તે જાણીએ.
હસબન્ડે સિટી રન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી હું આયર્નમેન કોમ્પિટિશન તરફ વળી: ડૉ. હેતલ તમાકુવાળા
શહેરના જાણીતા ડેન્ટિસ્ટ ડૉ. હેતલબેન તમાકુવાળાએ 2022માં મલેશિયામાં ફુલ આયર્નમેન ટ્રાયથલોન સ્પર્ધા પુરી કરી હતી. તે પણ 15 કલાક 40 મિનિટમાં પ્રથમ પ્રયાસે. તેમણે જણાવ્યું કે હું અનાયસે જ સ્પીર્ટ્સ ક્ષેત્રમાં દોરાઈ ગઈ. મારા હસબન્ડ ડૉ. દિપક તમાકુવાળાએ 2010 માં S.M.C. ની સિટી રન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ હાફ મેરાથોન મારા માટે માઈલ સ્ટીન બની. હું પછી થી સ્વિમિંગ શીખી. મેં પહેલી વાર 2014માં ટ્રાયથલોન ભાગ લીધો હતો. ટ્રાયથલોનમાં 4 કિલોમીટર સ્વિમિંગ, 180 કી. મી. સાયકલિંગ અને 42 કિલોમીટર રનિંગ કરવાનું હોય. મેં ગોવા અને કોલ્હાપુરમાં હાફ આયર્નમેન કોમ્પિટિશનમાં બીજો નમ્બર મેળવ્યો હતો. હું સ્પોર્ટ્સ ક્ષેત્રમાં નામ કરવા માગું છું પણ ડૉક્ટરના ક્ષેત્રને હું કાયમ વળગી રહેવા માંગુ છું. મને આયર્નમેન કોમ્પિટિશન માટે મારા હસબન્ડ સપોર્ટ કરે છે. એ જ મને આ ક્ષેત્ર તરફ દોરી ગયા હતા.
I.T. ક્ષેત્રમાં જોબ કરું છું પણ ઇન્ડિયા માટે રમવા હું પાવર અને વેઇટ લીફટિંગ ક્ષેત્રમાં આવી: જાગૃતિ સપકાલ
સુરતની એક I.T. (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ફર્મમાં ટિમ લીડર તરીકે જોબ કરતા જાગૃતિ સપકાલ જણાવે છે કે મેં જસ્ટ ઇન્ટરેસ્ટ માટે જિમ જોઇન કર્યું હતું. ત્યારે મારા કોચે મને કહ્યું હતું કે તારામાં કેપેબીલટી છે એટલે વેટ ઇફટિંગ, પાવર લીફટિંગની કોમ્પિટિશનમાં ભાગ લે. 2017માં હું ફર્સ્ટ ટાઈમ સ્ટેટની પાવર લીફટિંગની કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતી હતી. હરિયાણાના ગુરુગ્રામ અને સુરતમાં નેશનલ લેવલની પાવર લીફટિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. મારો મોટાભાગનો સમય પાવર લીફટિંગ અને વેઇટ લીફટિંગ માટે સમર્પિત છે. જોકે, હું માનું છું કે ઇન્ડિપેન્ડન્ટ લાઈફ માટે અર્નિંગ કરવું જરૂરી છે. હું સ્પોર્ટ્સ અને I.T. બંને ક્ષેત્રમાં કન્ટીન્યુ કરવા માગું છું. મને એવી કોઈ ચાહ નહીં હતી કે, હું બહુ નામ કમાવું. હા, હું દેશ માટે રમવા માંગતી હતી એટલે કોઈ એક સ્પીર્ટ્સમાં આવવા માંગતી હતી. મારા ફેમિલીનો સપોર્ટ તો મને મળ્યો જ છે. મારા પરિવારે મને કહ્યું હતું કે તારે જે ક્ષેત્રમાં જવું હોય તું એ ક્ષેત્રમાં જઈ શકે છે. જ્યારે હું કોમ્પિટિશન જીતું છું ત્યારે મારા ફેમિલી માટે એ પ્રાઉડ મુમેન્ટ હોય છે.
હું ડોકટર છું પણ આયર્નમેન કોમ્પિટિશન જીતી સ્પોર્ટ્સમાં નામ કમાવ્યું છે: ડૉ. મીના વાંકાવાલા
ગાયનેકોલોજિસ્ટ ડૉ. મીનાબેન વાંકાવાલા જણાવે છે કે મારા હસબન્ડ ડૉ. નૈનેશ વાંકાવાલા પણ આયરમેંનમાં ભાગ લે છે. તેમને જોઈને હું પણ સ્પોર્ટ્સ તરફ વળી. હું 42 વર્ષની ઉંમરમાં રનિંગ, સ્વિમિંગ,સાયકલિંગ કરવા લાગી. વળી, આ તરફ વળવાનું બીજું કારણ મિડલ એજમાં ફિટનેસ માટે પહેલા વૉકિંગ પછી રનિંગ ત્યાર બાદ સાયકલિંગ કરવા લાગી. બાદમાં ટ્રાયથલોન કર્યું. મેં હાલમાં જ ઓક્ટોબર 2022માં હવાઈ, અમેરિકમાં ફૂલ આયરમેંન કોમ્પિટિશન જીતી હતી. હું મારી હોસ્પિટલમાં રોજ 10 થી 12 કલાક દર્દીઓ માટે આપું છું. હું રનિંગ, સાયકલિંગ માટે રોજના દોઢ કલાક આપું છું એ રીતે અઠવાડિયાના 15 કલાક નો પ્લાન હોય છે. મારો 20 વર્ષનો દીકરો મને ટ્રાયથલોન માટે મોટીવેટ કરે છે. જોકે, મને કોમ્પિટિશનમાં જીતવું છે, નામ કમાવું છે એવી કોઈ ચાહ નથી. હા, હું હવે કોમ્પિટિશનમાં ભાગ લેવા કઝાકિસ્તાન જવાની છું. હું યંગ સ્ટર્સને કહેવા માંગુ છું કે રિસ્પોનસીબલ બનો ફિટનેસ માટે, પરિવાર માટે, દેશ માટે.