સુરત : (Surat) કર્મા રિસોર્ટ (Karma Resort) એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપના (Membership) નામે કોર્ટમાં (Court) કામ કરતા સુપ્રિટેન્ડન્ટની (Superintendent ) પાસેથી રૂા. 40 હજાર લઇને રિફંડ (Refund) નહીં કરવાના કેસમાં રિસોર્ટમાં મેનેજરનું (Manager) કામ કરતા અમદાવાદના (Ahmedabad) યુવકની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જ ઠગાઇનો (Cheating) આંકડો 4 લાખની ઉપર પહોંચ્યો છે, અને આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી શક્યતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટના (Rajkot) વતની અને સુરતમાં પીપલોદ લેકવ્યુ ગાર્ડન પાસે કંચેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા હંસરાજગીરી ધીરજગીરી ગોસાઇની ઉપર અમીત પટેલ તેમજ રૂષિકા પટેલ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેઓએ હંસરાજગીરીને કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી કંપનીમાં મેમ્બરશીપ માટે હોટેલ મેરીઓટમાં બોલાવીને ત્યાં વિવિધ સ્કીમો (Scheme) બતાવી હતી.
આ દરમિયાન હંસરાજગીરીએ મેમ્બરશીપ માટે રૂા. 40 હજાર ભર્યા હતા, પરંતુ ત્યારબાદ વેરીફિકેશન (Verification) નહીં થતા હંસરાજગીરીએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. કર્મા રિસોર્ટની એક ઓફિસ વીઆર મોલ નજીક લકઝરીયા બિઝનેસ હબમાં આવી છે, હંસરાજગીરીએ ત્યાં જઇને પણ તપાસ કરતા ત્યાંથી અમદાવાદના વસ્ત્રાપુર પાસે પ્રેરણા ટાવરમાં રહેતા પ્રશાંત રમેશચંદ્ર દવે (ઉ.વ.39)ની સાથે વાત કરવા માટે કહ્યું હતું. આ પ્રશાંત દવેએ રૂપિયા રીફંડ આવી જશે કહીને હંસરાજગીરીને લબડાવ્યા હતા.
આ મામલે સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાતા પોલીસે ગુનો નોંધીને હંસરાજગીરીની ધરપકડ કરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસના ઇન્સ્પેક્ટર તરૂણ ચૌધરીએ માહિતી આપતા કહ્યું હતું કે, ગુનો નોંધાયાના બે જ દિવસમાં પોલીસને બીજા ચાર સાહેદો મળ્યા છે કે જેઓની સાથે અંદાજીત રૂા. 4.47 લાખની ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું છે, પ્રશાંત દવે અને તેની સાથેના બીજા માણસોએ અન્ય લોકોની સાથેની ઠગાઇ કરી હોવાની પણ શક્યતા છે. હાલમાં પ્રશાંત દવેને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવાયા છે, અને આગામી દિવસોમાં ઠગાઇનો ભોગ બનનાર અન્ય વ્યક્તિઓ પણ આવે તેવી શક્યતા છે.