Entertainment

કરીના કપૂર કાનુની વિવાદમાં ફસાઈ, હાઈકોર્ટે નોટીસ મોકલી, શું છે મામલો જાણો..

મુંબઈ: અભિનેતા રણબીર કપૂરની કઝિન અને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેના એક પુસ્તકને લઈને મુશ્કેલીમાં મુકાઈ છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક ‘કરીના કપૂર ખાન’સ પ્રેગ્નન્સી બાઈબલ’ લોન્ચ કર્યું હતું. હવે તે આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક વકીલે પુસ્તકના શીર્ષકમાં ‘બાઇબલ’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને અભિનેત્રી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. આવી સ્થિતિમાં કોર્ટ તરફથી કરીનાને નોટિસ મોકલવામાં આવી છે.

મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

જબલપુર સિવિલ લાઇનના રહેવાસી ક્રિસ્ટોફર એન્થોનીએ કરીના કપૂર ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને તેની સામે ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે. ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે કરીના કપૂર ખાને સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઈરાદાથી આ પુસ્તક લખ્યું છે. પુસ્તકના કવર પર ‘બાઇબલ’ શબ્દનો ઉપયોગ વાંધાજનક છે.

એન્થોનીની અરજી બાદ જસ્ટિસ ગુરપાલ સિંહ અહલુવાલિયાની સિંગલ જજની બેંચે કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે. અરજીમાં એન્થોનીએ આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી છે. આવી સ્થિતિમાં કોર્ટે પુસ્તકો વેચનારા વિક્રેતાઓને નોટિસ પણ મોકલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈએ થવાની શક્યતા છે.

પુસ્તક શેના વિશે છે?
કરીના કપૂર ખાનનું પુસ્તક ‘કરીના કપૂર ખાનનું પ્રેગ્નન્સી બાઇબલ’ 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં થનારી માતાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે

Most Popular

To Top