‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ની સકસેસ પર કંગનાએ કહ્યું કરણ પૈસા ફેંકીને કંઈ પણ કરાવી શકે છે – Gujaratmitra Daily Newspaper

Entertainment

‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ની સકસેસ પર કંગનાએ કહ્યું કરણ પૈસા ફેંકીને કંઈ પણ કરાવી શકે છે

મુંબઈ: કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) દિવસેને દિવસે વધુ સારી રીતે કલેક્શન કરી રહી છે. પહેલા દિવસે ફિલ્મે 11.10 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 16 કરોડની કમાણી કરીને કુલ 27 કરોડની કમાણી કરી લીધી છે. કરણ જોહર અને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આ આંકડો જોઈને ખૂબ જ ખુશ છે. પરંતુ કંગના રનૌત હવે કરણ જોહર પણ નિશાન સાધ્યું છે.

કંગનાએ કરણનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કરણ કહેતો જોવા મળી રહ્યો છે કે તે પૈસા ફેંકીને કંઈ પણ કરી શકે છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, તેને મીડિયામાં પ્રકાશિત તેની ફિલ્મના સારા રિવ્યુ જ મળી શકે છે. આ માટે કંગનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વિદ્યાર્થી કરણને સવાલ કરી રહ્યો છે. જેના જવાબમાં કરણ કહે છે કે તેઓ પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. કંગનાએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- વાહ, કરણ જોહર જી જે કહી રહ્યા છે કે હું પૈસા ફેંકીને કંઈ પણ કરી શકું છું. કોઈપણ તૈયારી બિલ્ડ કરી શકો છો. હું માત્ર પૈસા ફેંકીને ફ્લોપ ટુ હિટ, હિટ ટુ ફ્લોપ, દિવસને રાત, રાતથી દિવસ સાબિત કરી શકું છું. શું તમને લાગે છે કે કરણ જોહર સાચું બોલી રહ્યો છે?

આ ઉપરાંત કંગનાએ કરણની ફિલ્મના કલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. અભિનેત્રીને આ ફિલ્મ પસંદ ન આવી જેનાં કારણે તેણે આ વીડિયો શેર કર્યો હોય તેવી ધારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તે માને છે કે નકામી ફિલ્મ આટલી કમાણી કેવી રીતે કરી શકે. આવી સ્થિતિમાં કંગનાએ પુરાવા સાથે કરણ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે પૈસા આપીને કંઈપણ બદલી શકે છે. તો તેનો મતલબ એ થયો કે કરણે ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’ના કમાણીના આંકડામાં પણ છેડછાડ કરી છે.

આ પહેલા પણ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું હતું. અભિનેત્રીએ રણવીરને ‘કાર્ટૂન’ કહ્યો હતો. સાથે જ કહ્યું કે તેણે કરણ જોહરની સલાહને અનુસરવાનું બંધ કરી દેવું જોઈએ. કંગનાએ ફેશનની પસંદગી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top