લોયલ્ટી નથી… આર્ટિસ્ટ્સ નોબોડી!”
બોલીવૂડના જાણીતા ફિલ્મમેકર અને પ્રોડ્યુસર કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં પોતાની વાત મૂકી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે આજકાલના અભિનેતાઓમાં વ્યાવસાયિક લોયલ્ટી ઘટી ગઈ છે અને તેઓ અસુરક્ષિતતા કારણે વારંવાર એજન્સી બદલી નાખે છે.
કરણ જોહર, જે Dharma Cornerstone Agency (DCAA) ના સહ-માલિક છે, તેમણે કહ્યું કે ટેલેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરવું સરળ નથી. તેમના અનુસાર, ઘણા એક્ટર્સ દર બે વર્ષમાં એક એજન્સીથી બીજી એજન્સી તરફ જવા લાગે છે. એજન્સી બે વર્ષ સુધી કોઈ ટેલેન્ટ પર મહેનત કરે અને પછી તે અચાનક બીજી જગ્યાએ ચાલ્યો જાય ,આ સ્થિતિ ટેલેન્ટ મેનેજમેન્ટ માટે મોટી મુશ્કેલી ઉભી કરે છે.
કરણના જણાવ્યા મુજબ, ઘણા કલાકારો પછી નવી એજન્સીમાં સંતોષ ન મળતા ફરી પાછા આવવા માંગે છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને “વિશિયસ સર્કલ” ગણાવી. તેમના મતે, ટેલેન્ટ મેનેજમેન્ટ માત્ર કરાર કે પૈસાનો વ્યવસાય નથી, પરંતુ તેમાં લોકોની ઈગો, અસુરક્ષા અને વ્યવહારને સંભાળવાનો મોટો ભાગ હોય છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 31 વર્ષના અનુભવ બાદ કરણ જોહરે કહ્યું કે હવે તેઓ સફળતા અને નિષ્ફળતાને લઈને ઘણાં શાંત થઈ ગયા છે. તેમના અનુસાર, જો વ્યક્તિ પોતાની ખુશી અને દુઃખને માત્ર સફળતા અથવા નિષ્ફળતા સાથે જોડી દે તો તે માનસિક રીતે થાકી જાય.
કરણના સૌથી ચર્ચિત નિવેદન પૈકી એક એવું હતું કે માત્ર કમિશન આધારિત સિસ્ટમથી એજન્સીઓ આગળ વધી શકશે નહીં. તેમણે કહ્યું કે લાંબા ગાળે ટેલેન્ટ સાથે ઇક્વિટી આધારિત ભાગીદારી જરૂરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે “આર્ટિસ્ટ્સ નોબોડી છે, તેઓ કોઈના નથી,” જે નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ બની ગઈ છે.
આ નિવેદનો તે સમયે આવ્યા છે જ્યારે અભિનેત્રી Janhvi Kapoor એ DCAA છોડીને Collective Artists Network સાથે જોડાઈ હતી. હાલમાં DCAA સાથે Sara Ali Khan, Rohit Saraf, Shanaya Kapoor અને Rasha Thadani જેવા કલાકારો જોડાયેલા છે.