Dakshin Gujarat

કપરાડાના કુંભઘાટ નજીક 6 ગર્ભવતી મહિલાઓને લઈ જતી ખિલખિલાટને ટ્રકે ટક્કર મારી

કપરાડાના અકસ્માત ઝોન કુંભઘાટ નજીક 6 ગર્ભવતી મહિલાને (Pregnant Woman) ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલ લઈ જતી ખિલખિલાટ એમ્બ્યુલન્સને પાછળથી આવી રહેલી ટ્રકે (Truck) ટક્કર મારતા એમ્બ્યુલન્સ (Ambulance) પલ્ટી જાતા તેમાં બેસેલા દર્દીઓ પૈકી 2 મહિલાને ઈજા પહોંચતા 108 મારફત ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઇ હતઈ. અકસ્માતમાં એમ્બ્યુલન્સને પણ ભારે નુકશાન પહોચ્યું હતું. જોકે ઘટનામાં ચાલક સહિત અન્ય ગર્ભવતી મહિલાઓનો બચાવ થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડાની ખિલખિલાટ ઇકો એમ્બ્યુલન્સ નં. જીજે 18 બીટી 5681માં વડોલીથી 6 દર્દીઓને લઈ એમ્બ્યુલન્સ ચાલક વિજયસિંહ વિક્રમસિંહ કુંભઘાટ નજીકથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે પાછળથી આવતી ટ્રક નંબર એચ. આર.38.ટી.4907 ના ચાલકે એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારતા ઇકો માર્ગની વચ્ચે પલ્ટી મારી ગઈ હતી. જેના પગલે અંદર બેસેલી મહિલા વેશાલી ઓધરને હાથમાં અને માથામાં, મનીષા બરતને હાથમાં ઇજા પહોચી હતી. ઘટના અંગે ઇકો એમ્બ્યુલન્સ ચાલક વિજયસિંહ વિક્રમસિંહે ટ્રક ચાલક સામે કપરાડા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

ગણદેવા ગામ પાસે ટ્રક અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત
નવસારી : ગણદેવા ગામ પાસે ટ્રક અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર શ્યામનગર અશોકવન સોસાયટીમાં રહેતા હરિકેશ રામચંદ્ર નિષાદ (ઉ.વ. 31) સેન્ટિંગનું કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. હાલમાં ચીખલી તાલુકાના કાંગવઈ ગામે કમલેશભાઈ સુરતીના મકાનનું કામ ચાલતું હતું. જેથી ગત ૨૬મીએ હરિકેશ તેમના ઘરની બાજુમાં રહેતા રવિશભાઈ મંગલપ્રસાદ ચૌરસિયા (ઉ.વ. 35) સાથે તેમની બાઈક (નં. જીજે-21-એએફ-3163) લઈને સેન્ટિંગનું કામ કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત બાઈક પર ઘરે આવી રહ્યા હતા. ત્યારે બાઈક રવિશભાઈ ચૌરસિયા ચલાવી રહ્યા હતા.

દરમિયાન તેઓ ખારેલ-ટાંકલ રોડ પર ગણદેવા ગામ વડ ફળિયા પાસે આવેલા આરહા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક અશોક લેલન ટ્રક (નં. એમએચ-46-બીબી-7745) ના અજાણ્યા ચાલકે રવિશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે હરિકેશ દુર રસ્તા પર પટકાયા હતા. જ્યારે રવિશભાઈ બાઈક સાથે પડતા ટ્રક તેમના શરીરે પરથી પસાર થઇ ગયું હતું. જેના કારણે રવિશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હરિકેશને શરીરે ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે હરિકેશે ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.આર. પઢેરીયાએ હાથ ધરી છે.

Most Popular

To Top