સુરત : શાળાએથી પુસ્તક લાવવાનું કહેતા 14 વર્ષનો કિશોર ઘરે જવા નીકળ્યો હતો પરંતુ ઘરે નહીં પહોંચતા કાપોદ્રામાં રહેતા કિશોરના માતા-પિતા સહિત આખો પરિવાર તનાવમાં આવી ગયો છે.
આ કેસમાં વર્ષીય કિશોર નૈતિક ભગવાન ડોખરિયાના અપહરણની ફરિયાદ તેના પિતા ભગવાન ડોખરિયા દ્વારા કરવામાં આવી હતી. સવારના સાડા આઠ વાગ્યે નૈતિકને શાળાએથી પુસ્તક લાવવા માટે જણાવાયું હતું. પરંતુ તે સ્કૂલેથી નીકળ્યો પછી ઘરે નથી પહોંચ્યો, તેને કોઈ અજાણ્યા સવાર સાથે જોવામાં આવ્યો હતો તેથી કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે, કોઇ અજાણયાએ નૈતિકનું અપહરણ કર્યુ હોય તેવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે. નૈતિક ડોખરિયા ગુરૂકૃપા સોસાયટી, લક્ષમણ નગર, કાપોદ્રા ખાતે રહે છે.
સચિન જીઆઇડીસીમાં સામાન્ય કારણોસર હત્યા : ચાર સામે ગુનો દાખલ
સુરત : સચિન જીઆઇડીસીમાં સામાન્ય કારણોસર થયેલી બોલાચાલી હત્યા સુધી પહોચી ગઇ હતી. તેમાં સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યાનુંસાર (1) ક્રિષ્ણાપાંડે (2) આનંદ માલિયો (3) કરણસિંગ ઉર્ફે સની રાજપૂત (4) બટકો એ અશોકકુમાર ઉર્ફે રામુ સાથે કોઇ કારણસર બોલાચાલી કરી હતી. આ બોલાચાલી હાથાપાઇ સુધી પહોંચી હતી.
દરમિયાન પાસે ઉભેલા સિંગદાણાના ફેરિયાએ સાંજે આ લડાઇ જોઇ હતી. સવારે તે આવતા અશોકની લાશ સ્થળ પર પ઼ડી હતી. આ હત્યા તે સચિન જીઆઇડીસી ખાતે આવેલી રામ વે બ્રિજ ખાતે થઇ હતી. પોલીસને લાશ મળતા તેનો ફોટા પરથી પરિવારજનો દ્વારા લાશનો કબ્જો લેવામાં આવ્યો હતો. તેમાં પરિવારજનો દ્વારા લાશના સ્થળ પર ઉભેલા ફેરિયાને પૂછવામાં આવતા તેણે ચાર ઇસમો દ્વારા અશોકને ફટકારવામાં આવ્યો હોવાની વાત કરી હતી.