સુરત: શહેરના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં એક ચાલુ કારમાં (Car) અચાનક આગ (Fair) લાગવાની ઘટના બની હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનની સામે જ આગ લાગવાનો બનાવ બનતા તુરંત જ ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લઈ લીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે સવારે કામરેજથી સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં જવા માટે એક યુવક કાર લઈને નીકળ્યો હતો. દરમિયાન સાડા સાતેક વાગ્યે જ કાપોદ્રા ફાયર સ્ટેશનની સામેથી પસાર થતાં ચાલુ કારમાં પાછળના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. યુવકનું ધ્યાન જતા તેને તાત્કાલિક કાર ઊભી રાખી દીધી હતી. તેણે સામે જ આવેલા કાપોદ્રા ફાયર સ્ટેશન દોડી જઈ ત્યાં હાજર ફાયર કર્મીઓને ઘટના અંગે જાણ કરતાં તુરંત જ ફાયર જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આમ ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લેવામાં આવી હતી.
108ની ટીમની સરાહનીય કામગીરી,ઓટોરિક્ષામાં જ પ્રસુતી કરાવી
ગુજરાતના રસ્તાઓ પર દોડતી 108 એમ્બ્યુલન્સ ઘણી આશિર્વાદરૂપ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજ રોજ પીએચસી સુવાલી લોકેશનની 108ની ટીમને ડિલિવરીના દુઃખાવાનો કૉલ મળ્યો હતો. શ્રી રામ ચોકડી પાણીની ટાંકી કોસાડમાં રહેતા સતિષભાઈના પત્નીને આજ રોજ રિક્ષામાં ડિલિવરીના ચેક-અપ માટે લઈ જતા હતા. રિક્ષામાં જતી વખતે અચાનક જ રસ્તામાં પ્રસુતિનો દુઃખાવો ચાલુ થઈ ગયો હતો.
108માં રહેલી ડિલિવરીની કિટનો ઉપયોગ કર્યો
તાત્કાલિક રિક્ષા ચાલકએ 108માં કોલ કરી 108ની મદદ માંગી પી એચ સી સુવાલી લોકેશનની 108ને કૉલ મળતા EMT- રિંકુ રજત અને પાઈલોટt – ધર્મેન્દ્રભાઈ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયેલ ઇએમટી રિંકુબેન એ ઘટના સ્થળે તપાસ કરતા બેનને પ્રસૂતિ પહેલાનું લોહી ખૂબ જ વહી ગયેલ અને બાળકનું માથું દેખાતું હતું. એટલે 108માં રહેલી ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઇએમટી રિંકુંબેનએ પોતાની સુજબૂજથી રિક્ષાની આડે ચાદર મૂકી રિક્ષામાં જ ડિલિવરી કરાવી હતી.
તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો
મળતી માહિતી મુજબ સતિષભાઈના પત્ની ત્રીજીવાર સગર્ભા માતા બનેલ અને આજ રોજ તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંને સુરક્ષિત છે. સારવાર આપી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્મીમર હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે.