કપડવંજ, તા.7
કપડવંજ શહેરમાં હાલના સમયમાં સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલની તાતી જરૂરીયાત છે. પરંતુ નગરનો એકમાત્ર એક કોમ્યુનિટી હોલ હતો તે પણ હાલમાં ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલ છે. સમારકામ અને જાળવણી માટેની કામગીરી અધ્ધરતાલ રહેતાં કપડવંજના નગરજનોની કફોડી હાલત થઈ ગયેલ છે. કોમ્યુનિટી હોલ ખંડેર બની જતાં અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. તેમ શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે
કપડવંજના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગાંધી ઉદ્યાનની જગ્યામાં સને 2007ની સાલમાં કપડવંજ નગરપાલિકા દ્વારા એક અદ્યતન કોમ્યુનિટી હોલ સરકારી યોજના હેઠળ અંદાજે 65 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તત્કાલિન માર્ગ અને મકાન મંત્રી આઈ કે જાડેજાના હસ્તે નવ નિર્મિત કોમ્યુનિટી હોલનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2007થી ચાર વર્ષ દરમિયાન કપડવંજની પ્રજાને આ કોમ્યુનિટી હોલ ખૂબ જ ઉપયોગી બન્યો હતો અને પ્રારંભિક સમયમાં નગરપાલિકા દ્વારા દેખરેખ રહેવાના કારણે તથા વોચમેનની ઉપસ્થિતિના કારણે હોલની સારસંભાળ પણ યોગ્ય રીતે થઈ હતી પરંતુ ત્યારબાદ ભાડા પટ્ટો કોઈ કારણોસર રિન્યુ ન થવાથી આ કોમ્યુનિટી હોલ વર્ષ 2011મા નગરપાલિકા પાસેથી સરકાર હસ્તક લઈ લેવાયો ત્યારબાદ કોમ્યુનિટી હોલની દેખરેખ અને જાળવણી , સમારકામ ના થતાં ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલ છે . હોલમાં એક પણ બારી બારણા પર રહ્યા નથી . અને લાખોના ખર્ચે બનેલા કોમ્યુનિટી હોલ નષ્ટ થઇ રહેલ છે. હાલ કપડવંજમાં એક પણ કોમ્યુનિટી હોલ ન હોવાના કારણે કપડવંજ નગરપાલિકાએ સરકાર પાસેથી આ કોમ્યુનિટી હોલની માગણી વારંવાર કરી છે જો સરકાર દ્વારા આ કોમ્યુનિટી હોલ પાલિકાને સોંપવામાં આવે તો નગરજનો માટે ઉપયોગી થઈ પડે તેમ છે.
કપડવંજનો એકમાત્ર કોમ્યુનિટી હોલ ખંડેર
By
Posted on