દિલ્હી માં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન બાદ કંગના રનોત (KANGNA RANAUT) ફરી એકવાર ભડકી ગઈ છે. આ વખતે તેમનો ગુસ્સો દિલજીત દોસાંઝ (DEELJIT DOSANJ) અને હિંસક વિરોધીઓ પર પણ તૂટ્યો છે. કંગનાએ બુધવારે સવારે એક પછી એક ટ્વીટ (TWITT) કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
કંગનાએ ખેડૂત પ્રદર્શનકારીઓની સરખામણી સીએએ વિરુદ્ધ વિરોધ કરનારા લોકો સાથે કરી છે. કંગનાએ જે ફોટો શેર કર્યો છે તેમાં લખ્યું છે કે બંને વચ્ચે કોઈ ફરક નથી. આ સાથે કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘આ સંદેશ સ્પષ્ટ છે કે આ દેશમાં કોઈ સારા પરિવર્તનની મંજૂરી આપવામાં આવશે નહીં, આતંકવાદ આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે, આપણી સરકાર નહીં.’
કંગના દિલજીત દોસાંઝને ટેગ કરતા તેની આગામી ટવીટમાં, તમને આ જ જોઈએ છે. તે તમારા ચહેરા પર તીક્ષ્ણ થપ્પડ નહોતી કારણ કે તમે જે ઇચ્છતા તે થઈ ગયું હતું.
કંગનાએ પોતાની આગામી ટવીટમાં લખ્યું કે, બોલીવુડમાં ગંદકી તરત જ સાફ કરવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાને મનોરંજનની આડમાં છૂપાવનારાઓને જેલમાં ધકેલી દેવા જોઈએ. આવા તત્વો ભારત દેશને અંદરથી ખાઈ જશે.

ગત દિવસોમાં ખેડૂત ટ્રેક્ટર રેલી માટે કંગના અને દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપડા પર કટાક્ષ કર્યો હતો. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે, તમારે તેનો ખુલાસો કરવાની જરૂર છે. આખું વિશ્વ આજે આપણને જોઈને હસી રહ્યું છે. આ તમે લોકો ઇચ્છતા હતા. અભિનંદન. આ અગાઉ કંગનાએ ટ્વિટ કરીને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
અભિનેત્રી કંગના ફરી સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગઈ છે. ખેડૂતઆંદોલનને કારણે એક સમયે દિલજીતના નિશાનમાં આવી ચૂકેલી અભિનેત્રી હવે જોરદાર ટક્કર આપી રહી છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે થયેલા હિંસક પ્રદર્શન બાદ કંગના રાનાઉત સતત આ આંદોલન પર સવાલ ઉભા કરી રહી છે. કેટલીકવાર તે વીડિયો બહાર પાડતી હોય છે તો ક્યારેક સતત ટ્વીટ કરતી હોય છે.સતત પોતાની ધારદાર વાતો અને સોસિયલ મીડિયા પરની બયાનબાજીના કારણે તેના ઉપર કેસ પણ દાખલ થયા છે. મહારાસ્ટ્ર સરકાર અને બૉલીવુડના ઘણા દિગ્ગજ લોકો સાથે તે બાથ ભીડી ગઈ છે.
