પલસાણા: કામરેજ (Kamraj) તાલુકાના માકણા ગામે આવેલા શુભમ ઇન્દ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં (Shubham Industrial Estate) ડુપ્લિકેટ ઘી (Duplicate Ghee) બનાવવાનું કારખાનું જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડ્યું હતું અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી 24 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના માંકણા ગામની સીમમાં આવેલા શુભમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નં.૩૦૧ તથા ૩૦૨માં જનકભાઇ છગનભાઇ ગજેરા તથા મનીષભાઇ છગનભાઇ ગજેરા (બંને મૂળ રહે.,ગોંડલ સેન્ટર ટોકીઝ પાસે, બેકારચોક, તા.ગોંડલ, જિ-રાજકોટ) પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનાવટનો જથ્થો તૈયાર કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સ્થળ ઉપર રેઇડ કરતાં ગોડાઉનમાં પામતેલ તથા અલગ અલગ પ્રવાહી ભેળવી ઘી બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી.
- શુભમ ઇન્દ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી
- રાજકોટના જનક ગજેરા તથા મનીષ ગજેરાના
- ગોડાઉનમાંથી નમૂના લેવાયા, 24 લાખનો મુદ્દામાલ સીઝ
તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સ્થળ ઉપર બોલાવી ડુપ્લિકેટ ઘી બનાવવાનો માલ-સામાન તથા ડબ્બાઓમાં ભરેલું ઘી મળી કુલ કિં.રૂ.૨૪,૧૯,૫૯૦નો મુદ્દામાલ એલસીબીએ પકડી પાડ્યો હતો અને ડુપ્લિકેટ ઘીના જથ્થામાંથી જરૂરી સેમ્પલો લઇ વધુ તપાસ કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.
ભરૂચમાં ૪.૫૦ કરોડના લોન કૌભાંડ મુદ્દે ફરિયાદ
ભરૂચ: ભરૂચના ફલશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા માતૃશક્તિ એન્ટરપ્રાઈઝના માલિક સુબ્રતો જેનાએ કસકમાં આવેલી ૨૧૦૬ ચો.મી જમીન સહિત ૧૧ મિલકતધારકની મિલકતો વેચાણ લેવાના બહાને મોર્ગેજ કરાવી રૂપિયા ૪.૫૦ કરોડનું બેંક લોન કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે આદિત્યનગરમાં રહેતા ૬૨ વર્ષીય અનુબેન કેતનભાઈ પટેલની ભરૂચના કસક વિસ્તારમાં ૨૧૦૬ ચો.મીટર ખુલ્લી જમીન આવેલી છે. વર્ષ-૨૦૧૭ની શરૂઆતમાં તેમની પાસે ૩ જમીન દલાલો કિરણ ચૌહાણ, ભગવનભાઈ અને જયેશભાઈ પટેલ આવ્યા હતા અને તેમની આ જમીન એક કરોડ ઉપરાંતમાં વેચાય શકે છે તેમ જણાવ્યું હતું.
દંપતીના દીકરા દીકરીને જાણ થતાં સાટાખત રદ કરાયો હતો
પટેલ દંપતી જમીન વેચવા તૈયાર હોવાનું કહેતાં ભરૂચના ફ્લશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને માતૃશક્તિ એન્ટરપ્રાઈઝના માલિક સુબ્રતો ત્રિલોચન જેના સાથે સંપર્ક કરાવ્યો હતો, જેમાં સવા કરોડમાં સોદો નક્કી કરાયો હતો. જે બાદ સુબ્રતો પાસે પૈસા ન હોય પટેલ વૃદ્ધ દંપતીને અંકલેશ્વર અને ભરૂચની બીઓબી બેંકમાં લોન લેવા લઈ ગયો હતો. બાનાખત થઈ ગયો હતો. આ દરમિયાન પટેલ દંપતીના દીકરા દીકરીને જાણ થતાં સાટાખત રદ કરાયો હતો. બાદમાં દીકરા-દીકરી સહમત થતાં ૧૮૦૬ ચો.મી. જમીન સુબ્રતોને એક કરોડમાં વેચાણ કરવા મૌખિક સોદો થયો હતો.