Dakshin Gujarat

તલબ ભી ક્યાં ચીઝ હૈ,હું દાદો છુ કહી કરી ગુટખાની માંગ: મફતમાં નહિ આપતા કરી ભારે તોડફોડ

કામરેજ: (Kamraj ) આંબોલીમાં (Amboli) ચાની લારી (Tea Stole ) પર હું દાદો છું તેમ કહીને ગુટખાની (Gutkha) માંગણી કરી રૂપિયા ન આપતાં લારી ચલાવતાં યુવકે રૂપિયાની માંગણી કરતાં ગાળો બોલી માર મારી મોટરસાઈકલ (Motorcycle) પર હથોડા મારી નુકસાન કરી દીધું હતું.મૂળ મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણાના મીઢંળીના વતની અને હાલ કામરેજના કઠોરની માન સરોવર સોસાયટીમાં રૂમ નં.એ-6 311માં અર્જુન નીના પાટીલ રહે છે. આંબોલી ગામની હદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર સાંઈ ટી સ્ટોલની દુકાન ચલાવે છે.

કઠોરનો દાદો છું તું મને નથી ઓળખતો જલદી ગુટકા લાવ

આંબોલી ગામની હદમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર સાંઈ ટી સ્ટોલની દુકાન ચલાવે છે. ચાર દિવસ અગાઉ બનેવી ગજાનન મહાદેવ ફાળકે લારી પર રાત્રિના ગયા હતા. રાત્રિના 12.15 કલાકે ચાની લારી બંધ કરતા હતા, એ દરમિયાન કઠોર ખાતે રહેતો સરફારઝ સાદીક મુલતાની આવીને ગુટકા માંગી રૂપિયા ન આપતાં ગજાનને રૂપિયા માંગતાં જણાવેલ કે હું કઠોરનો દાદો છું. તું મને નથી ઓળખતો. જલદી ગુટકા લાવ. તેમ કહેવા છતાં પણ ન આપતાં ગાળો બોલી મારવા લાગ્યો હતો. જે અંગે સાળા અર્જુનને ફોન કરીને જાણ કરી દુકાન પર બોલાવતાં મો.સા. લઈને આવી બનેવીને કેમ ગાળો આપે છે? તેમ કહેતાં જ સરફરાઝે લાકડી ખભા ઉપર તેમજ કમરના ભાગે સપાટો મારી દીધો હતો. બાજુમાં આવેલી પંક્ચરની દુકાનમાંથી હથોડો તેમજ લોખંડની ટોમી લાવી અર્જુનની હોન્ડા સાઈન નં.(એમએચ 28 બીજે 0486) પર માર મારી મોટરસાઈકલને 50,000 રૂપિયાનું નુકસાન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વરમાં ધુમ્રપાન કરતા ઈસમોએ ઠપકો આપતાં ચાર ઈસમે બે ભાઈને માર માર્યો

અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલની ચંડાલ ચોકડી પાસે આવેલા મહેન્દ્રનગરમાં રહેતા બ્રિજેશ ઘનશ્યામ મિશ્રા પોતાના ઘરે હતા. એ દરમિયાન રાતે યોગેશ્વરનગરમાં રહેતો રવીશ યાદવ પોતાના મિત્રો સાથે ઘર પાછળ ધુમ્રપાન કરતો હતો. જેને બ્રિજેશ મિશ્રાના પિતરાઈ ભાઈ જિતેન્દ્ર મિશ્રાએ ઠપકો આપ્યો હતો. જે અંગેની રીસ રાખી રવિશ યાદવ અને તેના ત્રણ મિત્રોએ ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ચારેય ઈસમે લાકડીના સપાટા મારી બ્રિજેશ, જિતેન્દ્ર મિશ્રાને માર માર્યો હતો. આ મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top