Dakshin Gujarat

કામરેજમાં ગેરકાયદે ચાલતા બે બાયો ડીઝલ પંપ સામે કાર્યવાહી: સેમ્પલ લેવાયાં

સુરત જિલ્લામાં બિલાડીના ટોપની જેમ બાયો ડીઝલના પંપો હાલમાં ધમધમી રહ્યા છે. જેમાં કામરેજના ઈનચાર્જ મામલતદાર એન.સી.ભાવસાર દ્રારા બાયો ડીઝલના પંપ ચલાવતા લોકો પર લાલ આંખ કરીને શનિવાર રોજ નવી પારડી ગામની હદમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નં.48ને અડીને આવેલા ઈન્ડિયા બાયો ડીઝલના માલિક જયરાજસિંહ ભીમદેવસિંહ જાંબુડા (રહે.,રામવાટિકા સોસાયટી, વાલક)ને ત્યાંથી 6500 લીટર જથ્થો મળી આવ્યો હતો.

આ પંપ જયરાજસિંહ છેલ્લા પંદર દિવસથી ચલાવતા હતા. જ્યારે ધોરણ પારડી ગામની હદમાં ખેતલા આપા ટી સ્ટોલની પાછળ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલા મહાશિવ બાયો ડીઝલ પંપ પરથી 17000 બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જે પંપ દેવસીભાઈ રામભાઈ ચાવડા (રહે., આહીરવાસ, ચોર્યાસી) ચલાવે છે. આ બંને પંપને મામલતદારે સીલ મારી જરૂરી સેમ્પલો લઈને ગાંઘીનગર ખાતે એફએસએલમાં મોકલવામાં આવ્યાં હતાં. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શનિવારના રોજ મામલતદારે બે બાયો ડીઝલ પંપ પરથી 23500 લીટરનો જથ્થો સીઝ કર્યો હતો. મહાશિવ બાયો ડીઝલ અને ઈન્ડિયા બાયો ડીઝલ બંને પંપને અગાઉ સીલ કરવામાં આવ્યા હતા. ફરી પાછા સીલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top