કામરેજ: (Kamraj) મૂળ કોલકાતા બડા હજારની વતની અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજા ગામે (Velanja village) આવેલી આનંદ વાટિકા સોસાયટીમાં મકાન નં.139માં સપના શ્યામસુંદર શર્મા રહે છે. ત્રણ વર્ષ અગાઉ વેલંજા સુખસાગર સોસાયટીમાં રહેતા કુણાલ કિરીટ હાથીવાલા સાથે લગ્ન થયાં હતાં. વેલંજામાં શુભ ગ્લોબલ વિલામાં બે મકાન ભાડે રાખી કૂતરાં પાળે છે. બે દિવસ અગાઉ આઠ કૂતરાં રાખેલાં હોય ત્યાં પોતાની એક્ટિવા મોપેડ લઈને જતાં રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ જતાં ગેટ પર મોપેડ મૂકીને કૂતરાં માટે વાસણ લેવા સુખસાગર સોસાયટીમાં ગયા હતા.
અમારા વિરુદ્ધ કેમ અરજી કરી હતી? તેમ કહીને ગાળો બોલી મારવા લાગ્યો
વાસણ લઈને પરત સોસાયટીના ગેટ પાસે મિત્ર પ્રિયાને ફોન કરીને પેટ્રોલ મંગાવતાં પ્રિયાના પતિ હાર્દિક લઈને આવતાં મોપેડમાં પેટ્રોલ પૂરીને જતાં સપનાનો પતિ આવીને મારા તેમજ પ્રતીક અશોકભાઈ લીંબાચીયા, અનિતા પ્રતિક લીંબાચીયાએ ત્રણ દિવસ અગાઉ માથાકૂટ કરતાં કામરેજ પોલીસમથકમાં અરજી આપી હતી. જેના લઈને અમારા વિરુદ્ધ કેમ અરજી કરી હતી? તેમ કહીને ગાળો બોલી મારવા લાગ્યો હતો. જે તમામ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચમાં ભાડા કરારનો ભંગ કરનાર 9 મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમ એ.ટી.એસ ચાર્ટરના આધારે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભરૂચના રહાદપોર ગામમાં આવેલ અજીમ નગરમાં તપાસ હાથ ધરી હતી પોલીસે મકાન ભાડા કરાર અંગેની પોલીસ મથકે નોંધણી કરી છે કે નહિ તે અંગે તપાસ કરતા મકાનમાં રહેતા શાબરાબનું ઐયુબ પઠાણે પોલીસ મથકે ભાડા કરાર અંગેની નોંધણી નહિ કરી હોવાનું જણાઈ આવતા પોલીસે એ ડીવીઝન પોલીસે મથકે તેણીના વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે અજીમ નગરમાં બે અને ન્યુ સીમા એપાર્ટમેન્ટમાં બે તેમજ અંકલેશ્વરની અવધૂત નગર સોસાયટીમાં બે અને હાંસોટના ખરચ ગામની બિરલા ચોકડી મળી કુલ ૯ મકાન માલિકો સામે જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે.
નવસારી કબીલપોરમાં જૂની અદાવતમાં 4 લોકોએ એકને માર્યો
નવસારી : નવસારી કબીલપોરમાં જૂની અદાવતમાં 4 લોકોએ એકને માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારીના કબીલપોર આનંદ પાર્ક સોસાયટીમાં શીલાબેન નરેશભાઈ જોગી તેમના પરિવાર સાથે રહે છે. કબીલપોર જામપીર મહોલ્લામાં રહેતા રાજુભાઈ જગુભાઈ જોગીએ ગત 8મીએ સામાન્ય બાબતે શીલાબેનના પતિ નરેશભાઈ સાથે ઝઘડો કરી તેમને અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. જેમાં લાલભાઈ, દક્ષાબેન બીપીનભાઈ જોગી અને શનીભાઈ બીપીનભાઈ જોગીએ નરેશભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે શીલાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે રાજુભાઈ જોગી, લાલાભાઈ, દક્ષાબેન અને શનીભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. મનેશભાઈને સોંપી છે.