કામરેજ: (Kamraj ) ભાદા ગામ પાસે ઈંડાં ખાવા બેસેલા બે મિત્રોને (two Friends) ઈંડાંની લારી પર ઊભેલા બે ઈસમે તું અહીં કેમ જુએ છે તેમ કહી ગાળાગાળી કરીને માર મારી એકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર (Sharp weapon) ચપ્પુ મારતા ધયાલ (Injured) થયેલા યુવકો લોહીલુહાણ કરી દીધા હતા.હુમલાની ઘટનાના સમાચાર આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા.જેને લઇને ચકચાર વ્યાપી ગઈ હતી.પોલીસને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વેપારી રેતીના કારોબાર અર્થે ભાદા ગમે આવ્યા હતા
ભાવનગરના ધારી તાલુના વાવડી ગામના વતની અને સુરત પુણા-સીમાડા રોડ પર યોગીચોક તુલસીદર્શન સોસાયટીમાં મકાન નં.બી-127, રોહિત દેવરાજ ધાનાણી રહે છે. અને રેતી-કાર્ટિંગનો ધંધો કરે છે. મંગળવારે મિત્ર કલ્પેશ વલ્લભ નાડોદા (રહે., 302-ક્રિષ્ના રેસિડન્સી આંબા તલાવડી, કતારગામ) સાથે રેતીના ધંધા માટે પીપોદરા ખાતે ગયા હતા. રાત્રિના 7.30 કલાકે પીપોદરાથી કામરેજ ચાર રસ્તા ખાતે આવ્યા હતા. ખોલવડ-ભાદા રોડ પર ઈંડાં ખાવા માટે ગયા હતા. ઈંડાં ખાઈ રહ્યા હતા ત્યારે રાત્રિના આશરે 8.30 કલાકે બે ઈસમ અંદરોઅંદર વાતો કરી રોડ પર અજાણ્યા ઈસમ ગાળો બોલતા હોય તેની તરફ જોતાં બંને ઈસમ તું શું અહીં જુએ છે તેમ કહીને ગાળાગાળી કરી કલ્પેશને મારવા લાગ્યા હતા. બીજો ઈસમ ઈંડાંની લારી ઉપર ટામેટાં તથા કાંદા કાપવા માટેનો ચપ્પુથી બીજા ઈસમે રોહિતને ગળાની ડાબી બાજુ મારી દેતાં લોહીલુહાણ થઈ ગયા હતા. મારામારી કરનાર તેમજ ચપ્પુ મારનાર બંને ઈસમ બુલેટ પર બેસીને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા. ઈંડાંની લારી ચલાવતો નબીર સૈયદ બંને મિત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.
કામરેજ પોલીસે તપાસ શરુ કરી હતી
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં રોહિત અને કલ્પેશના મિત્રો તુરત જ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ નબીરની પૂછપરછ કરતાં ચપ્પુ મારનાર યુસુફ મોહમંદ જોગીયા તેમજ યુસુફ સલીમ બાવળિયા હોવાનું જણાવતાં કામરેજ પોલીસમથકમાં બંને ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ઈસમની ધરપકડ કરી ચપ્પુ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.