કામરેજ: (Kamrag )વેલંજા (Velanja) સોસાયટીમાં રહેતી સગીરા ટ્યુશને (Tuition) જતાં રસ્તામાં એક ઇસમે મોપેડ ઊભી રાખી હતી. ત્યારે એક ઈસમે સગીરાને ચાલ મોપેડ પર (Moped) બેસી જા તેમ કહેતાં સગીરાએ ના પાડતાં તમાચો (slap) મારી છેડતી કરી હતી.આ મામલો આખો દિવસ ચર્ચાનો વિષય બનીને રહી ગયો હતો.બીજી બાજુ યુવકની છીછરી માનસિકતા પણ છલકાઈ ગઈ હોવાનું આ કિસ્સા ઉપરથી ફલિત થઇ રહ્યું છે.
યુવકની છીછરી માનસિકતા છલકાઈને સપાટી ઉપર આવી હતી
મૂળ અમરેલીના વતની અને હાલ સુરતના કામરેજના વેલંજાની હદમાં આવેલી સોસાયટીમાં બે પુત્રી અને એક પુત્ર સાથે એક પરિવાર રહે છે. 6 જુલાઈના રોજ સાંજના આશરે 3.45 કલાકે 15 વર્ષીય પુત્રી જીયા (નામ બદલ્યું છે) ટ્યુશનમાં જવા માટે નીકળી હતી. દરમિયાન સોસાયટીમાં આવેલી શેરીના નાકે સફેદ રંગની મોપેડ પર અજાણ્યા ઈસો જીયાનો પીછો કરી મોપેડ ઊભી રાખીને ચાલ બેસી જા કહેતાં જીયાએ ના પાડતાં અજાણ્યા ઈસમે તમાચો મારી દેતાં જીયા ગભરાઈને ઘરે આવી ગઈ હતી. જીયાની માતાએ મોપેડચાલક અજાણ્યા ઈસમની તપાસ કરતાં ભાવેશ ઉર્ફે ભાવિન ધનજીભાઈ શીંગાળા હાલ હોવાનું જાણવા મળતાં કામરેજ પોલીસમથકમાં ભાવેશ સામે ફરિયાદ નોંધાવી હતી. કામરેજ પોલીસે ભાવેશની ધરપકડ કરી હતી. ભાવેશ રત્નકલાકાર તરીકે કામ કરે છે. પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ વિકૃત માનસિકતા ધરાવે છે.
- અજાણ્યા ઈસમની તપાસ કરતાં ભાવેશ ઉર્ફે ભાવિન ધનજીભાઈ શીંગાળા નીકળ્યો
- પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ વિકૃત માનસિકતા ધરાવે છે.
- ભાવેશ ઘટના બન્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો
રોમિયો ગિરી કરાતા જરાય શરમ ન આવી
ભાવેશની માનસિકતા સામે સ્થાનિક લોકોએ રોષ જાહેર કરતા કહ્યુ હતું કે,આવી છીછરી માનસિકતા ધરાવતા યુવકો અને રોડસાઈડ રોમિયોને જેલના પાંજરે પૂરવાની પણ માંગ કરી હતી.જોકે ભાવેશ ઘટના બન્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.ત્યારે લોકોએ તેને મેથીપાક આપવાની પણ તૈયારીઓ કરી દીધી હતી.