Vadodara

લાખોના ખર્ચે બનાવાયેલું કમલા નગર તળાવ ગંદકીના ખપ્પરમાં

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના બધા તળાવનું બ્યુટીકીફેશન કર્યું પરંતુ પાલિકાના અણઘડ આવડતના કારણે તમામ તળાવોમાં ગંદકીએ મજા મૂકી છે. શહેરના કમલાનગર તળાવમાં બ્યુટીફીકેશન કરવામાં આવ્યું પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની જાળવણી કરવામાં આવતી નથી જેથી કમલાનગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જતા આસપાસના રહીશોને ઘણીબધી હાલાકીનો સામનો કરવો પડે છે. ગુજરાતમિત્ર દ્વારા પણ તળાવોના શુદ્ધિકરણની ઝુંબેશ શરુ કરવામાં આવી હતી છતાં પણ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના તળાવોનું બ્યુટીફીકેશનના નામે ફક્ત વાતોજ કરી છતાં પણ તળાવમાંતો હજી પણ દુર્ગધ તથા ગંદકીનું સામ્રાજ્ય છે. તળાવના આજુબાજુના રહીશો દ્વારા તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગધ તથા ગંદકી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

પાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે શહેરના તમામ તળાવોને કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કર્યા છતાં પણ પાલિકાના અણધડ વહીવટને કારણે તમામ તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. હાલ વડોદરાના કમલાનગર તળાવમાં બ્યુટીફીકેશન કરવામાં આવ્યું પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા જાળવણી કરવામાં કચાસ રાખતા તળાવમાંથી આસપાસના રહીશો દ્વારા દુર્ગધ મારે છે. કેટલાક ખાણીપીણીની લારીઓ દ્વારા પોતાની લારીનો કચરો પણ તળાવમાં નાખે છે કમલાનગર તળાવમાં નાખીને જતા રહેવાથી તળાવમાં રહેલ જળચર જીવોને પણ નુકશાન થાય છે. કમલાનગર તળાવમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા કરી છતાં પણ અહી કોઇપણ જાતની સિક્યુરીટી ગાર્ડ સવારે કે સાંજે દેખાતા ન હોવાને કારણે તળાવમાં ગંદકી વધી રહી છે. આમ સામાજિક કાર્યકર્તા એ જણાવ્યું હતું કે વડોદરા શહેરના મેયર, ચેરમેન અને કમિશ્નરને વિંનતી છે સિક્યુરીટી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કમલા નગર તળાવને વહેલામાં વહેલી તકે સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Most Popular

To Top